• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »E-Commerce» Flipkart And Amazon Offer Discounts And Other Free Service On Sale Of AC And Freez

ફ્લિપકાર્ટ-એમેઝોનની સમર સેલ, AC-ફ્રીઝ પર ડિસ્કાઉન્ટ સહિત વિવિધ આકર્ષક ઓફરો

નવી દિલ્હીઃ દેશની મોટી બે ઇ-કોમર્સ કંપનીઓ ફ્લિપકાર્ટ અને એમેઝોને આ વખતે સમર સીઝનનો લાભ લેવા માટે પોતાના કન્ઝ્યુમર ડ્યુરેબલ સેગમેન્ટ માટે નવી સ્ટ્રેટેજી બનાવી છે. કંપનીઓ આ વખતે આફ્ટર સેલ સર્વિસ, ફ્રી ઇન્સ્ટોલેશન અને એક્સચેન્જ સ્કીમ પર ફોકસ વધારી રહી છે. તે ઉપરાંત ઓનલાઇન પ્લેટફોર્મે મોટી મોટી એપ્લાયન્સ કંપનીઓ સાથે ટાઇઅપ કર્યા છે અને સાથે સાથે ફાઇનાન્સ ઓપ્શન પણ આપી રહી છે. કંપનીઓનું કહેવું છે કે એસી સેગમેન્ટમાં વાર્ષિક 100 ટકા ગ્રોથ જોવા મળી રહ્યો છે.
 
કંપનીઓ ગ્રાહકોને આપશે આ ઓફર્સ
 
ફ્લિપકાર્ટના હેડ (કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ એપ્લાયન્સ) સંદીપ કરવાએ મનીભાસ્કરડોટકોમને જણાવ્યું કે સામાન્ય રીતે અમે નાના એપ્લાયન્સીસની તુલનામાં મોટા એપ્લાયન્સીસ જેવા કે એસી, રેફ્રીજરેટર માટે વધારે માગ જોઇ રહ્યા છીએ. મોટા એપ્લાયન્સીસ માટે ભારતમાં ઇ-કોમર્સ ઇન્ડસ્ટ્રીની પેટર્ન બદલાઇ રહી છે. તેને જોતા અમે એફોર્ડેબલ પ્રોગ્રામ જેમ કે નો કોસ્ટ ઇએમઆઇ અને પ્રોડક્ટ એક્સચેન્જને રજૂ કર્યા છે. તે ઉપરાંત 30 ટકાથી વધારે ગ્રાહકો ફ્લિપકાર્ટના યુનિક કન્ઝ્યુમર ફાઇનાન્સ ઓપ્શનનો ઉપયોગ કરી રહી છે. ફ્લિપકાર્ટ તરફથી 9 એપ્રિલ સુધી સમર સેલ ચાલુ છે.
 
જ્યારે દેશની બીજી મોટી ઇ-કોમર્સ કંપની એમેઝોન પણ 9 એપ્રિલ સુધી સમર સેલ ચલાવી રહી છે. તેમાં કંપનીઓ તરફથી 12,000 રૂપિયા સુધીની છૂટ ઉપરાંચ વધારાની ઓફર આપવામાં આવી રહી છે. રેફ્રિજરેટર પર 9000 રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ફ્લિપકાર્ટ અને એમેઝોન કેટલાક મોડલ્સ પર ફ્રી ઇન્સ્ટોલેશની ઓફર પણ કરી રહી છે.
 
ફાસ્ટ ડિલિવરી અને આફ્ટર સેલ સર્વિસ પર જોર

સંદીપ કારવાએ જણાવ્યું કે આ કેટેગરીની સફળતા આફ્ટર સેલ સર્વિસ પર આધારીત છે. અમે દેશભરમાં ક્વોલિટી પ્રોડક્ટ્સ પહોંચાડવા માટે Jeeves અને Ekart મારફત કસ્ટમર સુધી સામાન પહોંચાડી રહ્યા છીએ. જ્યારે 50 ટકા સામાનની ડિલિવરી એ જ દિવસે કે બીજા દિવસે આપી રહ્યા છીએ.
 
એમેઝોન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડન્ટ (ઇન્ડિયા કસ્ટમર ફુલફિલમેન્ટ) અખિલ સક્સેનાએ મનીભાસ્કરડોટકોમને જણાવ્યું કે એમેઝોનના સેલ સર્વિસ મારફત જુદી જુદી થર્ડ પાર્ટી સર્વિસ પાર્ટનર સાથે ટાઇઅપ કર્યું છે. તે ઉપરાંત કંપની પોતાના ફુલફિલમેન્ટ સેન્ટર મારફત ગ્રાહકોને ઝડપી ડિલિવરી આપી રહી છે.
 
આગળ વાંચો- ઇ કોમર્સ કંપનીઓએ કઇ ટોચની કંપનીઓ સાથે કર્યું છે ટાઇઅપ..
 
(E-Commerce Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Flipkart and Amazon offer discounts and other free service on sale of AC and Freez
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.