• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »E-Commerce» Easy Refunds No More As Flipkart Tightens Return Policy

Flipkartએ રીટર્ન પોલિસી કડક કરી, હવે દરેક પ્રોડક્ટ પર નહીં મળે રિફંડ

નવી દિલ્હીઃ  ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે પોતાના પ્લેટફોર્મ પર વેચાતી ઘણી પોપ્યુલર આઇટમની રીટર્ન પોલિસીને સખત કરી દીધી છે. આ પગલાથી કંપની અને વેન્ડર્સ બન્નેને પોતાના ઓપરેશનલ કોસ્ટમાં ઘટાડો કરવામાં મદદ મળશે. ફ્લિપકાર્ટે પોતાની વેબસાઇટ પર રીટર્ન પોલિસીની જાણકારી આપી છે. 
 
 
આ પ્રોડક્ટ્સ પર નહીં મળે રિફન્ડ
 
- ફ્લિપકાર્ટે ઘણી પોપ્યુલર પ્રોડકટ્સ જેવી કે મોબાઇલ એસેસરીઝ (Accessories), પર્સનલ કેર એપ્લાયન્સિઝ, કોમ્પ્યુટર અને કેમેરા એસેસરીઝ, ઓફિસ ઇક્વિપમેન્ટ અને ગેમ્સ એન્ડ સ્માર્ટ વિયરવેલ પર રિફન્ડ નહીં આપે.
- જ્યાેરે મોબાઇલ ફોન, કન્ઝ્યુમર અપ્લાયન્સિઝ (એસી, ફ્રિઝ, ટીવી) અને ફર્નિચર પર શરતોની સાથે રિફન્ડ આપવામાં આવશે.   
 
કંપનીએ રિટર્ન પોલિસી પર શું કહ્યું?
 
- ફ્લિપકાર્ટેના સ્પોક્સપર્સને કહ્યું, "કંપની તરફથી કસ્ટમર ફ્રેન્ડલી રિફન્ડ પોલિસી આપવામાં આવી રહી છે. કસ્મટર્સ હાલની 1800 કેટેગરીમાંથી 1150 પ્રોડકટ કેટેગરી પર સેલ્ફ સર્વિસ ઓપ્શન દ્ધારા રિફન્ડ્સ માટે એપ્લિકેશન આપી શકે છે. "
- આ ફ્લિપકાર્ટ પર રહેલી કેટેગરીના બે તૃતિયાંશ છે. ફ્લિપકાર્ટ ડેઇલી બેઝિસ પર અંદાજે 25,000 રિફન્ડ્સને પ્રોસેસ કરી રહી છે.
- તેમાં 60% કેસો એવા છે જ્યાં કસ્ટમર્સને રૂપિયા પાછા લેવા માટે રાહ નથી જોવી પડતી, કારણ કે તે તરત પ્રોસેસ થઇ જાય છે.
 
કંપનીની રિટર્ન પોલિસી
 
- જો ડિલિવરીના 10 દિવસ પછી પણ ડિફેક્ટ મળે છે તો કોઇપણ એડિશનલ કોસ્ટ વગર એકસમાન મોડલનું રિપ્લેસમેન્ટ કરવામાં આવશે.
- જો પ્રોડક્ટ સ્ટોકમાં નથી કે તેને બંધ કરી દેવામાં આવી છે તો માત્ર તેવા કેસોમાં પ્રોડક્ટ કે પાર્ટનું રિફન્ડ સેલર તરફથી આપવામાં આવશે.
- સ્માર્ટફોનમાં જો કોઇ મુશ્કેલી આવે છે તો પહેલા ટ્રબલશૂટ દ્ધારા મદદ કરવામાં આવશે.
- જ્યારે 30 દિવસના એક્સચેન્જ વિન્ડો પસંદગીની કેટેગરી જેવી કે ક્લોથિંગ, ફુટવેર, આઇવિયર અને ફેશન એસેસરીઝ માટે છે. 
(E-Commerce Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Easy refunds no more as Flipkart tightens return policy
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.