• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »E-Commerce» E-Commerce Companies Are Giving Huge Discounts On Consumer Durable In Summer Sale

ઇ-કોમર્સ કંપનીઓનું સમર સેલઃ એસી, રેફ્રીજરેટર્સ પર 30 ટકા સુધી ડિસ્કાઉન્ટ

નવી દિલ્હીઃઉનાળાની શરૂઆત પહેલા ઇ-કોમર્સ કંપનઓએ પોતાનું સેલ શરૂ કરી દીધું છે. એરકન્ડિશનર્સ, રૂમ કૂલર્સ, રેફ્રીજરેટર જેવી કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટસ પર એમેઝોન અને શોપક્લૂઝે પોતાની સેલ શરૂ કરી છે. વળી, ફ્લિપકાર્ટ પણ આગામી સપ્તાહમાં પોતાની ઓફર શરૂ કરવાની છે. આ પ્રોડક્ટસ પર ગ્રાહકને 30 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
 
એમેઝોને કર્યું કન્ઝ્યુમર ડ્યુરેબલ કંપનીઓ સાથે ટાઇ-અપ
 
એમેઝોને સેમસંગ, વ્હર્લપુલ, ગોદરેજ અને હિટાચી જેવી કંપનીઓ સાથે ટાઇ-અપ કર્યું છે. એમેઝોન પર સેમસંગ અને વ્હર્લપુલના એક્સક્લુઝિવ રેફ્રિજરેટર વેચાઇ રહ્યા છે. ઉપરાંત કેરિયર, વોલ્ટાસ અને કેનસ્ટારના એક્સક્લુઝિવ એર કન્ડિશનર પણ વેચાય છે. આ પ્રોડક્ટસ પર કંપની તરફથી 30 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. એમેઝોન પર ચલાવવામાં આવી રહેલી ઓફરનો ફાયદો 19 માર્ચ સુધી લઇ શકાય છે.
 
બીજી કંપનીઓની પણ ઓફર્સ

ઇ-કોમર્સ કંપની શોપક્લુઝ તરફથી સ્ટાર્ટ ઇલેક્ટ્રોનિક સેલ શરૂ કરવામાં આવી છે. તેમાં કંપની એર કન્ડિશનર્સ, રૂમ કૂલર્સ, રેફ્રીજરેટર જેવી આઇટમો પર 80 ટકા સુધી હેવી ડિસ્કાઉન્ટ આપી રહી છે. દેશની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ પર 22 માર્ચથી 24 માર્ચ વચ્ચે ઇલેક્ટ્રોનિક સેલ ચલાવાશે. ફ્લિપકાર્ટ પર સમય પ્રમાણે 50 ટકાથી 70 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
 
ફ્રી ઇન્સ્ટોલેશનથી એક્સચેન્જની ઓફર

એમેઝોન તરફથી એસી અને ફ્રીઝની કેટલીક પ્રોડક્ટ પર ફ્રી ઇન્સ્ટોલેશનની સાથે 1500 રૂપિયા સુધી ઇન્સ્ટોલેશન પર છૂટની ઓફર થઇ રહી છે. તે ઉપરાંત ફ્લિપકાર્ટના સેલમાં એક્સચેન્જ ઓફરથી લઇને નો-કોસ્ટ ઇએમઆઇની પણ ઓફર રજૂ થશે.
 
મોટી પ્રોડક્ટસની હિસ્સેદારી માત્ર 10 ટકા

ટ્રેક્નના એક રીપોર્ટ અનુસાર, એસી, ફ્રીઝ, એલઇટી ટીવી, વોશિંગ મશીન જેવા મોટા એપ્લાયન્સીસની હિસ્સેદારી ઇ-કોમર્સના કુલ સેલમાં માત્ર 10 ટકા જ છે. જ્યારે એકલા મોબાઇલ ફોનની હિસ્સેદારી 50 ટકાથી વધારે છે. આશા રખાય છે કે આ વર્ષે ઇ-કોમર્સ કંપનીઓ મોટા એપ્લાયન્સીસ પર દાવ લગાવશે.
(E-Commerce Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: e-commerce companies are giving huge discounts on consumer durable in summer sale
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.