• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Companies» Tata Motors Scraps Designations To Create A Flatter Organisation Boost Creativity

ટાટા મોટર્સમાં બધા જ બોસ, ક્રિએટિવિટી વધારવા દૂર કર્યા 10 હજાર ડેઝિગ્નેશન

નવી દિલ્હીઃ રેવેન્યૂના મામલે દેશની સૌથી મોટી ઓટો કંપની ટાટા મોટર્સે પોતાના બધા એમ્પ્લોઇઝના ડેઝિગ્નેશનને સમાપ્ત કરી દિધા છે. આવુ કંપનીની અંદર રચનાત્મક માહોલ પેદા કરવા માટે અને ટીમ વર્કને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે આનાથી સમાનતાને પ્રોત્સાહન મળશે. કંપની દ્ધારા દૂર કરવામાં આવેલા પદોમાં જનરલ મેનેજર, સીનિયર જનરલ મેનેજર, ડેપ્યુટી જનરલ મેનેજર, વાઇસ પ્રેસિડેન્ટ, સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ જેવા મહત્વના પદો છે. બુધવારે એક સર્ક્યુલર જાહેર કરીને ટાટા મોટર્સે તેના કર્મચારીઓને આ જાણકારી આપી છે.

કંપનીએ જાહેર કર્યો સર્ક્યુલર
 
કંપનીએ કર્મચારીઓને જાહેર કરેલા સર્ક્યુલરમાં કહેવાયું છે કે તેના તેઓ ડેઝિગ્નેશન અને પદાનુક્રમના માઇન્ડસેટથી મુક્ત થઇ જશે. કંપનીના એક સીનિયર એગ્ઝિક્યુટિવે કહ્યું કે આનાથી ટાટા મોટર્સના 10,000 એમ્પ્લોઇઝ પ્રભાવિત થશે. નવી વ્યવસ્થા હેઠળ ટીમના બધા મેનેજર્સને હેડનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમના નામ પછી તેમના વિભાગનું નામ આપવામાં આવશે એટલે કે મેનેજર્સ હવે એક ટીમ હેડ કહેવાશે. આ ઉપરાંત સૌથી નીચલા સ્તરે કામ કરનારા એમ્પ્લોઇઝના નામની સાથે તેમના વિભાગનું નામ જોડાશે.

ટાટા મોટર્સ જ નહીં પરતું છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી એવી કંપનીઓ છે જેમણે સિનિયોરિટી ક્રમને 14 લેવલ્સના બદલે 5 લેવલ્સ સુધી જ કરી દીધો છે. કંપનીનું કહેવું છે કે આ નિર્ણયથી કાર્ય સંસ્કૃતિ સુધારવામાં મદદ મળશે. 


(Companies Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: tata motors scraps designations to create a flatter organisation boost creativity
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.