• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Companies» Idea Of Online Lingerie Ste Was Opposed By Her Mother Says Richa Kar

માતાએ જે કામમાં શરમ અનુભવી, તેનાથી જ પુત્રીએ ઊભી કરી કરોડોની કંપની

નવી દિલ્હીઃ મહિલાઓ માટે કોઈ બિઝનેસની શરૂઆત કરવાનું સરળ નથી હોતું. આ ત્યારે વધારે મુશ્કેલ થઈ જાય છે જ્યારે ફીલ્ડ કંઈક અલગ હોય. ભાસ્કર તમને આવી જ એક મહિલા વિશે જણાવી રહ્યું છે જેણે બિઝનેસની શરૂઆત કરી તો સૌથી પહેલા ઘરમાં જ વિરોધ શરૂ થઈ ગયો. આ મહિલા છે ઝિવામેની શરૂઆત કરનાર અને હાલ કંપનીની પૂર્વ સીઇઓ રિચા કર, જેમણે ઓનલાઈન અંડરગારમેન્ટ વેચવા માટે જિવામેની શરૂઆત કરી. તેની માતાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે હું મારી ફ્રેન્ડને કેવી રીતે કહી શકીશ કે મારી દિકરી બ્રા-પેન્ટીનો બિઝનેસ કરે છે. આજે તે દિકરીએ પોતાના બિઝનેસને અબજો રૂપિયા સુધી પહોંચાડી દીધો છે.
 
માતાએ કહ્યું કે- શું મિત્રોને એમ કહીશ કે પુત્રી બ્રા-પેન્ટી વેચે છે...

- રિચાનો જન્મ જમશેદપુરના એક મિડલ ક્લાસ પરિવારમાં થયો હતો. 
- રિચાએ જણાવ્યું કે, માતાએ તેને એમ જ પ્રશ્ન કર્યો કે- તે પોતાની મિત્રો એમ કઈ રીતે કહેશે કે પુત્રી બ્રા-પેન્ટી વેચે છે.
- રિચાએ જણાવ્યું કે - તેના પિતાને તો આ બિઝનેસ આઈડિયા જ સમજાયો નહોતો. ઘણા લોકો રિચાના બિઝનેસ આઈડિયા પર હસતા હતા.
- રિચાએ 2011માં ઝિવામેના શરુઆત 35 લાખમાં કરી હતી. જેમાં મિત્રો અને પરિવારજનોની સેવિંગ્સને સાથે જોડી હતી.
- આ બિઝનેસના પ્રારંભમાં રિચાએ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો.
- રિચાએ જણાવ્યું કે, ઓફિસ માટે લેંડલોર્ડ સાથે બિઝનેસ અંગે વાત કરતા પહેલા ચૂપ થઈ ગઈ હતી. પછી જણાવ્યું- ઓનલાઈન કપડા વેચી રહી છે.
- આમ કહેવા પર તેને ઓફિસ માટે જગ્યા મળી. આવી જ સમસ્યા રિચાને પેમેન્ટ ગેટવે મેળવવા માટે થઈ હતી.
 
દેશના દરેક વિસ્તારમાં ડિલવરી કરે છે અંડરગાર્મેન્ટ્સ.....

- રિચાની કંપનીની વેલ્યૂ આજે 270 કરોડ છે. જો કે છેલ્લા બે વર્ષમાં કંપનીને ખોટનો સામનો કરવો પડ્યો છે. 
- ઝિવામેના ઓનલાઈન લોન્જરી સ્ટોરમાં હાલ 5 હજાર લોન્જરી સ્ટાઈલ, 50 બ્રાન્ડ અને 100 સાઈઝ છે.
- કંપની ટ્રાઈ એટ હોમ, ફિટ કંસલ્ટેંટ, વિશેષ પેકિંગ અને બેંગલુરૂમાં ફિટિંગ લોન્જ જેવી સર્વિસ આપે છે.
- કંપની ભારતના તમામ પિન કોડ પર ડિલિવરી કરે છે. રિચાની સફળતાને કારણે 2014માં ફોર્ચ્યૂન ઈન્ડિયાએ ‘અંડર 40’ લિસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.....................................)
(Companies Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Idea Of Online Lingerie Ste Was Opposed By Her Mother Says Richa Kar
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.