• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Companies» Misselling And Fraudulent Practice In Selling Insurance Increase In March

માર્ચ એન્ડમાં તમને આવી લલચામણી ઓફરો મળશે, પણ જો ફસાયા તો ગયા...

જો જો હોં... સાવચેત બની જજો અને તમારા પરિવારજનો તથા મિત્રોને પણ સાવચેત કરી દેજો. નાણાકીય વર્ષ 2016-17નો છેલ્લો મહિનો પૂરો થવા આવ્યો છે. માર્ચ મહિનાના આખરી દિવસોમાં તમારી સામે ઘણી લલચાવનારી ઓફરો આવશે. તમને વણમાગી લોન, બોનસના લાભ કે ચડિયાતી પોલિસીની એવી એવી ઓફરો મળશે કે તમે પોતાને રોકી નહિ શકો. એવી લોન ઓફર થશે કે તમારે વ્યાજ નહિ આપવાનું આવે. એવો મેડિક્લેમ હશે કે ઓછા પ્રીમીયમ પર તમને સારું કવર મળશે. તમને એવું રોકાણ કરવાનું કહેવામાં આવશે કે જેમાં તમે ટૂંકા ગાળામાં અઢળક ફાયદો થશે.
 
આવી અનેક આકર્ષક ઓફરોની ભરમાર આ દિવસોમાં આવતી રહે છે. કેમકે નાણાકીય વર્ષ પૂરું થાય એટલે હિસાબોની પતાવટ માટે લક્ષ્યાંકો કે ટાર્ગેટ પૂરા કરવાના હોય છે. તેથી આ ટાર્ગેટ પૂરા કરવા માટે આ કામ કરનારા લોકો કે એજન્ટો ઘણીવાર લોભામણી જાળ બિછાવીને મિસસેલિંગ કરતા હોય છે. નકામી કે ખોટી વસ્તુ વેચી દે તેને મિસસેલિંગ કહેવાય.
 
પછી થાય એવું કે તે સ્કીમ કે પ્રોડક્ટ તમને પકડાવી દે અને પછી લાંબા ગાળે તમારા માટે તે માથે પડેલી વસ્તુ બની જાય અને પસ્તાવાનો વારો પણ આવે. કોઇ ખોટી ઇન્સ્યોરન્સ પોલિસી લઇ લો તો તેના ઊંચા પ્રીમિયમ ભરીને તમે બાકીની જિંદગી ખર્ચી નાખો અને તે પોલિસી બોજરૂપ બની જાય એવું પણ બની શકે. એચડીએફસી બેન્કના એક સીનિયર અધિકારીએ કેટલાક એવા તરીકા બતાવ્યા કે જેનાથી ગ્રાહકોએ સાવધાન થઇ જવાની જરૂર છે.
 
આગળ જૂઓ, કેવી કેવી ઓફરો આવે છે...
(Companies Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: misselling and fraudulent practice in selling insurance increase in March
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.