• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Know Top Five Patel Businessman Of Gujarat And Turnover Of Their Companies

બિઝનેસમાં પટેલ પાવરઃ જાણો ગુજરાતના 5 સૌથી ધનિક પટેલ પરિવાર વિશે

અમદાવાદઃ 6 માસના વનવાસ બાદ પાટીદાર નેતા હાર્દિક પટેલે મંગળવારે રાજસ્થાનની રતનપુર બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. ગુજરાતમાં પાટીદારો માટે અનામતની માંગણી કરનાર હાર્દિક પટેલ ફરીવાર ગુજરાતમાં એન્ટ્રી કરી છે ત્યારે એ જોવું રસપ્રદ રહેશે કે વર્તમાનમાં ગુજરાતના પટેલ સમુદાયમાં ટોચના પાંચ પ્રભાવશાળી, લોકપ્રિય અને ધનવાન લોકો કોણ છે. મની ભાસ્કર તમને આવા લોકો વિશે જણાવવા જઈ રહ્યું છે.
 
અમેરિકા અને બ્રિટનમાં પટેલ સૌથી વધુ જાણીતી અટક છે. તેમને બિનનિવાસી ભારતીયોની સમૃદ્ધિના પ્રતીક તરીકે જોવામાં આવે છે. ગુજરાતમાં તો કરોડપતિ પટેલોની એક લાંબી યાદી તૈયાર થઈ શકે તેમ છે એક અંદાજ મુજબ ગુજરાતમાં 10,000 કરોડ રૂપિયાથી વધારે વેપાર કરનારાં 6,100 ઔદ્યોગિક એકમો પૈકી 1700 પટેલોના છે.

  ગુજરાતમાં આશરે એક કરોડ જેટલાં પાટીદારોની 25 ટકા વસતી ખેતી સાથે સંકળાયેલી છે. ગુજરાતમાં પાટીદાર બિઝનેસમેનનું સંખ્યાબળ નોંધપાત્ર છે. મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના 13 વર્ષના શાસન દરમિયાન આમાના ઘણા ઉદ્યોગપતિઓની સંપત્તિમાં 10 ગણા સુધી વધારો થયો હતો.
 

પંકજ પટેલ
પંકજ પટેલ ભારતની પાંચમી સૌથી મોટી ફાર્મા કંપની ઝાયડસ કેડિલાના માલિક છે. પંકજ પટેલને વર્ષ 2015માં ભારતના 20માં સૌથી ધનવાન વ્યક્તિ જાહેર કરવામાં આવ્યા હતા. તેમની કંપનીની બજાર મૂડી 39,000 કરોડ રૂપિયાથી પણ વધારે છે. તેમની કુલ સંપત્તિ 54.7 બિલિયન ડોલર છે અને તેમનો વેપાર 50 દેશોમાં ફેલાયેલો છે. તેમણે આશરે 1500 કર્મચારીઓ ધરાવતી એક. સ્થાનિક કંપનીને વૈશ્વિક ફાર્મા કંપનીમાં ફેરવી દીધી છે. જેમાં આજે 11,000થી વધુ કર્મચારીઓ કામ કરે છે. પંકજ પટેલ એક ખાનગી જેટના માલિક છે અને હાલમાં સત્તારૂઢ પાર્ટી ભાજપના અગ્રણી દાનદાતા.
 
 

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.