• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Vibrant Summit 2017: Delegates Will Go For Heritage Walk Inahmedabad

વાઇબ્રન્ટ 2017: અમદાવાદમાં હેરિટેજ વોકની સાથે જુઓ અંબાણીની ફેકટરી

અમદાવાદઃ વાઇબ્રન્ટ ગુજરાત 2017માં આ વખતે સતત ત્રીજા વર્ષે ઇન્ડસ્ટ્રીઅલ ટૂરિઝમનું આયોજન થઇ રહ્યું છે. વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આવેલા વિદેશી ડેલિગેટ્સને ઔદ્યોગિક ટૂરિઝમ અંતર્ગત અમદાવાદમાં હેરિટેજ વોક કરાવવામાં આવશે.
 
ઔદ્યોગિક ટૂરિઝમની શરૂઆત 2015ની વાઇબ્રન્ટ સમિટથી થઇ હતી. અમદાવાદનાં જાણીતા અક્ષર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્ધારા ગુજરાતમાં સૌપ્રથમવાર ઔદ્યોગિક ટૂરિઝમની શરૂઆત કરવામાં આવી હતી. આ વખતે તેમાં હેરિટેજ વોકનો કન્સેપ્ટ જોડવામાં આવ્યો છે. અક્ષર ટૂર એન્ડ ટ્રાવેલ્સના એમ.ડી.મનિષ શર્માએ મનીભાસ્કરને જણાવ્યું કે આ વખતે વિદેશી ડેલિગેટ્સને અમદાવાદમાં હેરિટજે વોક કરાવવામાં આવશે. હેરિટેજ વોક સ્વામિનારાયણ મંદિરથી જુમ્મા મસ્જિદ સુધીની રહેશે. આ વોકનો હેતુ પ્રાચીન અમદાવાદને અને ગુજરાતની સંસ્કૃતિને નજીકથી જોવાનો છે.
 
મનીષ શર્માએ વધુમાં જણાવ્યું કે લગભગ 190 જેટલા વિદેશી મહેમાનોને હેરિટેજ વોક અને ગુજરાતના જાણીતા ઔદ્યોગિક સ્થળોની મુલાકાત કરાવાશે. ડેલિગેટ્સની અનુકૂળતા અનુસાર ઔદ્યોગિક પેકેજ 3 દિવસનું પણ રાખવામાં આવ્યું છે.    
 
આગળની સ્લાઇડમાં વાંચો શું છે ઔદ્યોગિક ટૂરિઝમ....
 

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.