• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Companies» Indigo Announces Monsoon Sale, Airfare Starts From Rs 899

રૂ. 899માં અમદાવાદ-મુંબઈની હવાઈ મુસાફરી, ઈન્ડિગોની મોનસુન સ્પેશ્યલ ઓફર

નવી દિલ્હીઃ બજેટ એરલાઈન્સ તરીકે જાણીતી ઈન્ડિગોએ ત્રણ દિવસીય મોનસુન સ્પેશિયલ સેલની જાહેરાત કરી છે. આ અંતર્ગત 12થી 14 જૂનની વચ્ચે 39 ઘરેલું રૂટો માટે સસ્તી ટિકીટ બુક કરાવી શકાશે. ઓફર અંતર્ગત ટિકિટ બુક કરવવા પર 1 જુલાઈથી 30 સપ્ટેમ્બરની વચ્ચે યાત્રા કરવાની રહેશે.
 
ઈન્ડિગો અમદાવાદ-મુંબઈ, મુંબઈ-ગોવા, જમ્મુ-અમૃસર, દિલ્હી-ઉદયપુર, ચેન્નાઈ-પોર્ટ બ્લેયર, હૈદરાબાદ-મુંબઈ, કોલકતા-અગરતલ્લા, દિલ્હી-કોઈમ્બતુર અને ગોવા-ચેન્નાઈ સહિત કેટલાક રૂટો પર માત્ર 899 રૂપિયાની ટિકિટની ઓફર આપી રહી છે. કંપની તરફથી બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલિઝમાં કહેવામાં આવ્યું છે કે સેલ અંતર્ગત સસ્તી ટિકટ વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે. ટિકિટ બુક કર્યા બાદ ભાડું પરત આપવામાં આવતું નથી. 
 
ઈન્ડિગોના ચીફ કમર્શલ ઓફિસર સંજયકુમારે કહ્યું છે કે સમર સ્પેશિયલ સેલને મળેલી સકારાત્ક પ્રતિક્રિયા બાદ અમે થ્રી ડે મોનસુન સ્પેશિયલ ઓફરની જાહેરાત કરતા ખુશી અનુભવી રહ્યાં છીએ. અમને ઉનાળા વેકેશન બાદ પણ સારી એવી ડિમાન્ડની રહેશે તેવી આશા છે. ઓફર અંતર્ગત મુંબઈ-ચેન્નાઈ માટે 1,999 રૂપિયા, દિલ્હી-ચેન્નાઈ માટે 3,399 રૂપિયા અને બેંગ્લુરુ-ચેન્નાઈ માટે 1,199 રૂપિયાની ટિકિટ આપવામાં આવે છે.
(Companies Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Indigo announces monsoon sale, airfare starts from rs 899
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.