• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Companies» Iconic Parle G Factory In Mumbai Was Shuts Shop After 87 Years In Last June

આ રીતે બને છે પારલે-જી બિસ્કિટ, ગત જૂનમાં બંધ થઇ ગઇ હતી મુંબઇની ફેકટરી

અમદાવાદઃ ‘સ્વાદ ભરે શક્તિ ભરે, પારલે-જી’- આ સ્લોગનથી સૌ કોઇ વાકેફ હશે. છેલ્લા પાંચથી વધુ દાયકાથી પારલે-જીનો માર્કેટ પર કબજો છે. ભારતમાં બિસ્કિટના કુલ વેચાણમાં પારલે ગ્લુકોઝ બિસ્કિટ લગભગ 40 ટકાનો માર્કેટ શેર ધરાવે છે તો કન્ફેશનરીમાં તેનો હિસ્સો 15 ટકા છે. પરંતુ શું તમને ખબર છે કે પારલે બિસ્કિટ બનવાની શરૂઆત જ્યાંથી થઇ હતી તે મુંબઇની વિલે-પારલેની ફેકટરી ગત વર્ષે એટલે કે જૂન 2016માં બંધ થઇ ગઇ હતી. આ જૂનમાં ફેકટરીને બંધ થયાને એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે. 
 
આજથી બરોબર 88 વર્ષ પહેલાં મુંબઇના વિલે-પારલેમાં પારલેની સૌપ્રથમ ફેકટરી સ્થપાઇ હતી. મોહનલાલ દયાલ ચૌહાણે 1929માં વિલે-પારલેમાં ઓરેન્જ કેન્ડી તેમજ અન્ય ચોકલેટ બનાવવા માટે એક ફેકટરી નાંખી હતી. 1939માં એટલે કે ફેકટરી નાંખ્યાને બરોબર 10 વર્ષ પછી આ ફેકટરીમાં પારલે-જી બિસ્કિટ બનાવવાની શરૂઆત થઇ હતી. આ ફેકટરીની માંગના અભાવે ગત વર્ષે જૂન મહિનામાં બંધ કરવાની નોબત આવી હતી.
 
જોકે, પારલે કંપનીની દેશમાં 100 કરતાં વધુ ફેકટરીઓ છે. જેમાં પારલે- જી ઉપરાંત કંપનીની અન્ય જાણીતી બ્રાન્ડ જેવી કે ફ્રૂટી સોફ્ટ ડ્રિંક, મેંગો બાઇટ, મોનેકો, હાઇડ એન્ડ સીક, બોર્બોન બને છે. કંપની રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં પ્લાન્ટ ધરાવે છે.
 
આગળની સ્લાઇડમાં જુઓ, પારલે-જી બિસ્કિટની ફેકટરીઝના ફોટોઝ...
(Companies Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Iconic Parle G Factory in Mumbai Was Shuts Shop After 87 Years In Last June
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.