• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Companies» Know How About The Office Desk Of The Famous Tech CEOs

ઓફિસમાં બેસીને આ રીતે કામ કરે છે માર્ક ઝકરબર્ગ, જાણો અન્ય CEO વિશે

નવી દિલ્હીઃઓફિસ હોય કે કોઈ અન્ય સ્થળ, સારું કામ કરવા માટે કમ્ફર્ટેબલ જગ્યા ખૂબ જ જરૂરી છે. આજ કારણ છે કે કેટલાક લોકો પોતાના લેપટોપ કે આઈપેડને રેસ્ટોરન્સ સુધી લઈ જતા હોય છે. પરંતુ શું તમને ખબર છે ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ, માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ જેવા લોકો પોતાની ઓફિસમાં કેવી રીતે કામ કરે છે. ભાસ્કર તમને જણાવી રહ્યું છે વૈશ્વિક આઈટી અને રિટેલ માર્કેટિંગ કંપનીઓના ટોપ સીઈઓની ઓફિસ ડેસ્ક વિશે. આ એજ લોકો છે, જે કલાકો સુધી ઓફિસમાં જ કામ કરતા હોય છે. 

આવો જોઈએ વિશ્વભરના કેટલાક મોટા અધિકારીઓની ઓફિસ ડેસ્ક....

માર્ક ઝકરબર્ગ, ફેસબુક

માર્કનું પૂરનું નામ માર્ક ઈલિઓટ ઝકરબર્ગ (Mark Elliot Zuckerberg) છે. ગત વર્ષે માર્કે પોતાના ફેસબુક વોલ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેમણે ફેસબુકની ઓફિસથી લઇને પોતાની ડેસ્કની સંપૂર્ણ જાણકારી યૂઝર્સને આપી હતી. તેમણે યૂઝર્સને એ પણ મેસેજ આપ્યો કે, ફેસબુકમાં કેટલા આરામથી કામ થાય છે અને તેની ભવિષ્યની યોજનાઓ પણ ટ્રાન્સપરન્ટ રહેતી હોય છે. માર્કનો જન્મ 14 મે 1984ના રોજ થયો હતો. માર્ક એક અમેરિકન કોમ્પ્યૂટર પ્રોગ્રામર અને ઇન્ટરનેટ આંત્રપ્રેન્યોર છે. માર્ક ઝકરબર્ગ ફેસબુકના પાંચ સંસ્થાપકોમાંના એક છે, પરંતુ વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય છે. 
 
2004માં થઈ ફેસબુકની સ્થાપના

માર્કે ફેસબુકની સ્થાપના 2004માં કરી હતી, જેને તેમણે પોતાના રૂમમેટ્સ અને હાવર્ડ યૂનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓની સાથે મળીને બનાવી હતી. તેમાં એડવાર્ડો સાવેરિન, એન્ડ્ર્યુ મેકકુલમ, ડસ્ટિન મોસ્કોવિટ્ઝ અને ક્રિસ હતા. 

1 ડોલર છે પગાર

માર્ક ઝકરબર્ગ, ફેસબુકના ચેરમેન અને સીઈઓ છે, જે પોતાની કંપની પાસેથી 1 ડોલરનો પગાર લે છે. મતલબ ભારતીય રૂપિયા અનુસાર લગભગ 65 રૂપિયા થાય છે. આમ તો માર્ક ઝકરબર્ગની કુલ સંપત્તિ 232050 કરોડ રૂપિયા છે. 
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ...અન્ય ટોપ સીઈઓની ઓફિસ ડેસ્ક વિશે...

નોંધઃ તસવીરનો ઉપયોગ માત્ર પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે. 
(Companies Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know How About The Office Desk Of The Famous Tech CEOs
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.