• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Companies» Uday Kotak Birthday, Kotak Had Emergency Surgery In Collage While Playing Cricket

મોતને માત આપી આ ગુજરાતી બન્યા ટોપ બેન્કર, 1.54 લાખ કરોડની કંપનીના માલિક

નવી દિલ્હીઃ કોટક મહિન્દ્રા બેન્કના મેનેજિંગ ડિરેક્ટર ઉદય કોટકની સફળતાની સફર ઘણી રોમાંચક રહી છે. ક્યારેક ક્રિકેટના મેદાનમાં માથા પર બોલ લાગ્યા બાદ મોતના મોં સુધી પહોંચી ગયેલા શખ્સ આજે દેશની ચોથી સૌથી મોટી બેન્ક ચલાવી રહ્યા છે. મુંબઇમાં 15 માર્ચ 1959 (આજથી 57 વર્ષ પહેલા) જન્મેલા ઉદય કોટક લાંબા સમયથી બેંકિંગ અને ફાઇનાન્સનો બિઝનેસ કરી રહ્યા છે. આજે કોટક મહિન્દ્રા બેન્કની માર્કેટ વેલ્યૂ 1.54 લાખ કરોડ રૂપિયા છે.
 
માથામાં વાગ્યો બોલ
 
ઉદય કોટકે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટે મુંબઇના બનસી મેહતા કોલેજ જોઇન કરવાના હતા પરંતુ તેમણે જમનાલાલ બજાજ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં જવાનો નિર્ણય કર્યો. તેમણે ક્યાંય બીજે પણ અરજી ન કરી.
 
એમબીએના પ્રથમ વર્ષમાં તેમની સાથે એક મોટી દુર્ઘટના થઇ. એક વાર તેઓ 1979માં ક્રિકેટ રમી રહ્યા હતા, ત્યારે એક બોલ તેમના માથામાં આવીને વાગ્યો. તેઓ મેદાનમાં જ બેભાન થઇ ગયા,ડોક્ટરોએ કહ્યું કે તેમને બ્રેન હેમરેજ થયું છે.ઉદય કોમામાં ચાલ્યા ગયા. ત્યાર બાદ તેમનું ઓપરેશન થયું. તેઓ આખુ વર્ષ અભ્યાસ ન કરી શકયા. પરંતુ પછીના વર્ષે જયારે તેઓએ પરીક્ષા આપી તો બોમ્બે યૂનિવર્સિટીમાં ટોપ કર્યું.
 
આગળની સ્લાઇડમાં- પરિવારના બિઝનેસમાં નહોતા જવા માંગતા કોટક...
(Companies Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Uday Kotak Birthday, Kotak Had Emergency Surgery In Collage While Playing Cricket
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.