• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Companies» Anil Ambani Will Not Take Salary From RCom And Board Also Will Follow Him

અનિલ અંબાણી RComમાંથી નહિ લે સેલેરી, બોર્ડ પણ પર્સનલ પે જતું કરશે

નવી દિલ્હીઃ રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom)માંથી નાણાકીય વર્ષ 2017-18માં કોઇ પગાર કે કમિશન નહિ લે. આરકોમનું બોર્ડ પણ 21 દિવસનું પર્સનલ પે નહિ લે એવું નક્કી થયું છે. આરકોમે એ જણાવ્યું છે કે આ નિર્ણયો સ્વૈચ્છિક રીતે લેવાયા છે. આ નિર્ણયો કમિટમેન્ટનો ભાગ- RCom...
 
- RComના સ્પોકપર્સને જણાવ્યું કે, `અનિલ અંબાણીનો પગાર કે કમિશન નહિ લેવાનો નિર્ણય કંપનીના પ્રમોટર્સના સ્ટ્રેટેજિક ટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામ માટે કમિટમેન્ટનો એક ભાગ છે. RComના બોર્ડે પણ કેટલાક નિર્ણયો કર્યા છે. બોર્ડના સભ્યોએ 21 દિવસ સુધીનો પગાર ટાળવાનો નિર્ણય કર્યો છે, જે ડિસેમ્બર 2017 સુધી લાગુ રહેશે.'
 
45 હજાર કરોડ રૂપિયા દેવું

- RCom છેલ્લા ઘણા સમયથી દેવાબોજ સામે ઝઝુમી રહી છે. કંપની પર હાલમાં 45,000 કરોડ રૂપિયાનું દેવું છે. કંપનીએ તાજેતરમાં દેવું ઘટાડવા અંગેના પ્લાનની બાબતો પોતાના લેન્ડર્સ સાથે મીટિંગ કરવી પડી હતી. ધિરાણકારોએ RComના પ્લાન સાથે સહમત થઇને કંપનીને દેવું ચુકતે કરવા 7 મહિનાની મુદત આપી હતી.
 
ડિસેમ્બર સુધી 60 ટકા દેવું ઘટાડવાની યોજના

- કંપની ડિસેમ્બર સુધીમાં 60 ટકા દેવું ઘટાડવા ઇચ્છે છે. આરકોમને આશા છે કે ડિસેમ્બર સુધીમાં તેનું દેવું 45,000 કરોડ રૂપિયાથી ઘટીનવે 20,000 કરોડ રૂપિયા થઇ જશે.
- કંપનીએ કેટલીક એસેટ્સ વેચવા માટે બ્રૂકફીલ્ડ સાથે કરાર કર્યો છે, જેથી દેવું ઘટાડવામાં મદદ મળશે. તે ઉપરાંત આરકોમની એરસેલ સાથે મર્જરની પ્રક્રિયા પણ ચાલી રહી છે. અનિલ અંબાણીએ તાજેતરમાં જણાવ્યું હતું કે મર્જર પછી બનનારી નવી કંપનીનું નામ એરકોમ હશે.
(Companies Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Anil Ambani will not take salary from RCom and board also will follow him
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.