• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Companies» 13 Given Life Sentence And 4 Convicted For 5 Year Imprisonment In Maruti Plant Case

મારુતિ પ્લાન્ટ હિંસા કેસમાં 13 દોષિતોને આજીવન કેદ, 4 જણાને પાંચ વર્ષની જેલ

ગુડગાંવઃમાનેસર સ્થિત મારુતિ પ્લાન્ટમાં 2012માં થયેલી તોડફોડ અને આગચંપીના કેસમાં શનિવારે કોર્ટે દોષિત ગણાવાયેલા 31 લોકોમાંથી 13ને આજીવન કેદ તથા ચાર જણાને 4-4 વર્ષની સજા કરી છે. ઉલ્લેખનીય છે કે 10 માર્ચે એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે 31ને દોષિત ઠેરાવ્યા હતા જ્યારે 117ને છોડી મૂક્યા હતા. ચાર કલાક ચાલી હતી ચર્ચા...
 
શુક્રવારે જિલ્લા કોર્ટમાં મારુતિ સુઝુકીના માનેસર પ્લાન્ટમાં થયેલી હિંસાત્મક ઘટનાના કેસમાં 31 દોષિતોની સજા પર એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન જજ આરપી ગોયલની કોર્ટમાં સુનાવણી થઇ હતી. 
- ચાર કલાક ચાલેલી ચર્ચામાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી સજાનો નિર્ણય શનિવાર માટે સુરક્ષિત રાખવામાં આવ્યો હતો.
 
18 જુલાઇ 2012ના રોજ પ્લાન્ટમાં મજૂરોએ કરી હતી તોડફોડ
 
- માનેસર પ્લાન્ટમાં મજૂરોએ તોફાન મચાવીને આગ લગાવી હતી. આ દરમિયાન પ્લાન્ટના એક સેક્શનમાં આગળ લાગતા તે વખતે જનરલ મેનેજર (એચઆર) અવનીશ કુમાર દેવનું આગ લાગવાથી મોત થયું હતું.
- ઘટના બન્યા પછી મેનેજમેન્ટે 546 મજૂરોને કાઢી મૂક્યા હતા જ્યારે 148 લેબર્સ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આશરે એક મહિના સુધી પ્લાન્ટ બંધ રહ્યો હતો.
 
400 પેજની ચાર્જશીટ અને 182 સાક્ષીઓ

- ઘટનાના 12 દિવસ પછી તમામ આરોપીઓને ચાલાન પકડાવ્યા હતા, જેમાં મુખ્ય આરોપી જિયાલાલ સહિત ડઝનબંધ યુનિયન નેતા પણ સામેલ હતા.
- છૂટા કરાયેલા 546 કર્મચારીઓને પાછા લેવા અને મારુતિ કાંડની ઉચ્ચસ્તરીય તપાસની માગ થઇ હતી. પોલિસી કોર્ટમાં 400 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. 
- કેસમાં 182 સાક્ષીઓ બનાવ્યા હતા, જેમાં 30 ડોક્ટર, 40થી વધુ પોલિસ કર્મચારી અને મેનેજમેન્ટના 70 કર્મચારીઓ હતા.
 
(Companies Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 13 given life sentence and 4 convicted for 5 year imprisonment in Maruti plant case
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.