• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Auto» Two Wheelers Companies May Hike Price From 1 April 2017 After New Norms

બાઇક-સ્કૂટર્સ 1 એપ્રિલથી 5,000 રૂપિયા સુધી મોંઘા જશે, કંપનીઓ વધારશે ભાવ

નવી દિલ્હીઃ એક એપ્રિલ 2017થી ટૂ-વ્હીલર કંપનીઓ પોતાના સ્કૂટર અને મોટરસાઇકલની કિંમતોમાં વધારો કરવા જઇ રહી છે. કંપનીઓના જણાવ્યા અનુસાર, જુદા જુદા એન્જિનવાળા મોડલ્સના હિસાબે 5,000 રૂપિયા સુધી કિંમતોમાં વધારો થશે. આવુ એટલા માટે કારણ કે 1 એપ્રિલ 2017થી ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં બીએસ-4 એમિશન નોર્મ્સ લાગુ થઇ જશે. નવા નોર્મ્સની સાથે બનનારા મોડલ્સની કોસ્ટ વધુ છે, જેનો બોજ કંપનીઓ કસ્ટમર્સ પર નાંખશે.
 
કિંમત વધારવાની તૈયારી
 
બીએસ-4 નોર્મ્સ લાગુ થવાની સાથે-સાથે કંપનીઓ તરફથી નવા મોડલ્સની કિંમતોમાં વધારો કરવામાં આવશે. હીરો મોટોકોર્પના સ્પોક્સપર્સને કહ્યું કે મોટાભાગના મોડલ્સ બીએસ-4 પર શિફ્ટ થઇ ગયા છે અને બીએસ -4 વાળા મોડલ્સનું પ્રોડક્શન શરૂ થઇ ગયું છે. તેમણે જણાવ્યું કે બીએસ-4 નોર્મ્સવાળા સ્કૂટર્સ અને મોટરસાઇકલની કિંમતોમાં 1500 રૂપિયા સુધીનો વધારો થઇ શકે છે.
 
બજાજ ઓટોએ કહ્યું કે આ જ મહિને બાઇક્સની કિંમતોમાં વધારો કરવા માટે કહ્યું છે. કિંમતોમાં વધારો ઇનપુટ કોસ્ટ વધુ હોવાથી અને બીએસ-4ના કારણે હશે. મોડલ અનુસાર 5000 સુધી વધારો થઇ શકે છે.
 
ડીલર્સ પાસે ઇન્વેન્ટરી વધુ
 
ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશનના સેક્રેટરી જનરલ ગુલશન આહુજાએ મનીભાસ્કર.કોમને કહ્યું કે બીએસ-4 નોર્મ્સનું દબાણ ટૂ-વ્હીલર કંપનીઓ પર પણ છે. બધા વ્હીકલ મેન્યુફેકચર્સ ચાર સપ્તાહની સ્ટાન્ડર્ડ ઇન્વેન્ટરી રાખે છે પરંતુ સેલ ઓછું રહેવાના કારણે ઇન્વેન્ટરી પાંચ સપ્તાહની થઇ ગઇ છે.
 
ક્યારે ક્યારે બદલાયા નિયમો
વર્ષ
એમિશન નોર્મ્સ
1991
માસ એમિશન સ્ટાન્ડર્ડ
1996
રીવાઇઝડ નોર્મ્સ
2000
બીએસ 1
2005
બીએસ 2
2010
બીએસ 3
2017
બીએસ 4
 
(Auto Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Two Wheelers Companies May Hike Price From 1 April 2017 After New Norms
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.