• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Auto» Auto Companies May Hike The Small Car Price After GST Implementation

અલ્ટો,ક્વિડ, ઇઓન જેવી નાની કારો થઇ શકે છે મોંઘી, 2-3 ટકા વધશે ટેક્સ

અલ્ટો,ક્વિડ, ઇઓન જેવી નાની કારો થઇ શકે છે મોંઘી, 2-3 ટકા વધશે ટેક્સ
નવી દિલ્હીઃ જીએસટી કાઉન્સિલ દ્ધારા નક્કી રેટની અસર નાની કારોના સેગમેન્ટ પર પડી શકે છે. નવા રેટ અનુસાર બધા પ્રકારની કારો પર 28 ટકા યૂનીફોર્મ રેટ થઇ ગયો છે. જેમાં નાની કારો પણ સામેલ છે. કારો પર એક ટકાથી લઇને 15 ટકા સેસ પણ લગાવાશે. આ પગલાથી નાની કારો પર પ્રેશર વધશે જો કે સેડાન, એસયૂવી અને લકઝરી કારોની કિંમતો ઘટશે.
 
નાની કારોની કિંમત પર કેવી રીતે થશે અસર
 
હાલના ટેક્સ રેટ અનુસાર નાની કારો પર 12.5 ટકા એક્સાઇઝ ટેક્સ, 14.5 ટકા વેટ લાગે છે. જેના કારણે કુલ ટેક્સ જવાબદારી 27 ટકા આવે છે. જીએસટી લાગુ થવાથી 28 ટકા ટેક્સ સાથે નાની કારો પર 1-3 ટકા સેસ લાગશે. જેથી કુલ ટેક્સ 29 ટકા થી 31 ટકા વચ્ચે આવશે.
 
આ કારો પર થશે અસર
 
ટેક્સ રેટ વધવાથી કંપનીઓ જો કિંમતો વધારશે તો અલ્ટો, ક્વિડ, સ્વિફ્ટ, ટિઆગો, ઇઓન જેવી કારોની કિંમતો વધી શકે છે. જો કે સૌથી વધુ ફાયદો લકઝરી, સેડાન, એસયૂવીને થશે. કારણ કે તે 28 ટકા યૂનિફોર્મ રેટમાં આવશે. 15 ટકા સેસ લાગશે. તેમ છતાં તેની પર હાલના ટેક્સની તુલનામાં ઓછો ટેક્સ લાગશે. 
(Auto Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Auto Companies May Hike The Small Car Price After GST Implementation
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.