• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Auto» Akash Ambani Buys Indias Most EXPENSIVE SUV, & His Brother

અંબાણી પુત્રોનું અદભૂત કાર કલેક્શન, ગેરેજમાં કરોડોની કુલ 168 લક્ઝરી Cars

ઓટો ડેસ્કઃઅંબાણી પરિવાર કંઇકને કંઇક કરી લાઇમલાઇટમાં રહે છે, હવે આ વખતે મુકેશ અંબાણીના બન્ને પુત્રો બે મોંઘી કાર ખરીદીને ફરીથી લાઇમલાઇટમાં આવી ગયા છે, આ કાર્સ સાથે તેમની કાર્સનું કુલ કલેક્શન 168નાં આંકડાને પાર થઇ ગયું છે. મોટા પુત્ર આકાશે બેન્ટલેની બેન્ટયેગા ખરીદી છે જે 3.85 કરોડ રૂપિયાની છે. જ્યારે નાના ભાઇ અનંતે 8.84 કરોડની રોલ્સ રૉયલ. 
 
આ બન્ને લક્ઝરી કારો સાથે હવે અંબાણી લક્ઝરી ગેરેજમાં લગભગ 168 કાર્સ સામેલ થઇ ચૂકી છે. નોંધનીય છે કે મુકેશ અંબાણીના ઘરના પહેલા 6 ફ્લૉર ફક્ત પાર્કિંગ માટે જ છે. આકાશની નવી કાર બેન્ટલેની બેન્ટયેગા એક લક્ઝરી SUV છે, જ્યારે અનંતની નવી કાર રોલ્સ રૉયસ ફેન્ટમ ડ્રૉપ હેડ કૂપ છે. 
 
બેન્ટલેમાં 6.0 લીટરનું W12 એન્જિન લાગેલું છે જે 600bhp પાવર અને 900Nm ટૉર્ક જનરેટ કરે છે. ઉલ્લેખનીય છે કે આકાશને બેન્ટલે કાર ખરીદવા માટે 2 કરોડની એક નવી ઘડિયાળેએ એટ્રેક્ટ કર્યો. બ્રીટલિંગ મુલિનર ટૉર્બિલન કંપનીની આ ઘડિયાળ કારની સાથે ઓપ્શનલ એસેસરીઝમાં આવી રહી હતી. આ વૉચ કારની સાથે ફ્રી ન હતી તેના માટે પણ કિંમત ચૂકવવામાં આવી હતી.
 
રોલ્સ રૉયલ ફેન્ટમ ડ્રૉપ હેડ કૂપમાં 6.75 લીટરનું V12 એન્જિન લગાવેલું છે જે 454bhp પાવર અને 720Nm ટૉર્ક જનરેટ કરે છે. અનંત અંબાણીની આ રોલ્સ રૉયસ માત્ર 5.8 સેકન્ડમાં જ 0 થી 100 km/hની સ્પીડ પકડી લે છે. માનવામાં આવે છે કે અનંત અંબાણીની કાર ભારતમાં સૌથી ફાસ્ટ સ્પીડવાળી SUV છે અને માત્ર 4.1 સેકન્ડમાં જ 0 થી 100 km/hની સ્પીડ પકડી લે છે.  
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ આકાશ અને અનંત અંબાણીની નવી લક્ઝરી કાર્સના ઇન્ટીરિયર અને એક્સટીરિયરPhotos...
(Auto Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Akash Ambani buys Indias most EXPENSIVE SUV, & his brother
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.