• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Auto» Used Cars Price May Increase Because Of Gst Implementation

GST: સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું પડશે મોંઘુ, ડીલર્સ વધારશે કિંમત

GST: સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું પડશે મોંઘુ, ડીલર્સ વધારશે કિંમત
નવી દિલ્હીઃ હવે તમારે સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું મોંઘું પડશે. યૂઝડ કારો પર જીએસટી અંગે ક્લેરિફિકેશન કરતા સરકારે કહ્યું છે કે જીએસટી રેટ કેવળ ડીલર્સના માર્જીન પર લગાવાશે. ત્યારે ડીલર્સ પોતાનું નુકસાન ઘટાડવા અને માર્જીનને જાળવી રાખવા કિંમતોમાં વધારો કરી શકે છે. જીએસટી પહેલા રાજ્યોના હિસાબે ટેક્સ લાગતો હતો, હવે 28 ટકા જીએસટી આપવો પડશે.  
 
ડીલર્સને થશે નુકસાન
 
જો કસ્ટમરને એક્સચેન્જમાં ઓછા રૂપિયા મળશે તો તેનાથી બિઝનેસને અસર થશે. લોકો અનઓર્ગનાઇઝ્ડ ચેનલથી કાર વેચશે.
 
સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું થશે મોંઘું
 
ડીલર્સે યૂઝ્ડ કારની કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. અગાઉ યૂઝ્ડ કાર પર વેટ ચૂકવવો પડતો હતો અને 28 ટકા જીએસટી. જેની ભરપાઇ બાયર્સ પાસેથી કરવામાં આવશે.સામાન્ય રીતે ડીલર્સ કાર સેગમેન્ટ, ઉંમર અને ડિમાંડના હિસાબે 20 ટકા સુધી માર્જીન રાખવાની કોશિશ કરે છે.    
 
વ્યક્તિગત રીતે નહીં લાગે ટેક્સ
 
રેવન્યૂ ડિપાર્ટમેન્ટે સ્પષ્ટ કર્યું છે કે જે રીતે જુની જ્વેલેરી વેચવી ઇન્ડિવિઝ્યુલનો બિઝનેસ નથી. તે જ રીતે જુની કાર કે બાઇક વેચનારાનો વ્યક્તિગત બિઝનેસ ન હોઇ શકે . તેથી તેની પર જીએસટી નહીં લાગે. 
(Auto Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Used Cars Price May Increase Because Of Gst Implementation
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.