• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Auto» Maruti Suzuki To Launch 2017 Dzire In India- Specs, Features, Variants And Prices

મારૂતિ સુઝુકીએ લોન્ચ કરી નવી Dzire, પ્રારંભિક કિંમત 5.45 લાખ રૂપિયા

નવી દિલ્હીઃ મારૂતિ સુઝુકી ઇન્ડિયાએ તેની લોકપ્રિય સબ-કોમ્પેક્ટ સેડાન ડિઝાયરના નવા જનરેશન મોડલને લોન્ચ કરી દીધું છે. કંપનીએ તેની કિંમત 5.45 લાખ રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી) રાખી છે. ઓલ ન્યૂ ડિઝાયર સેડાનનું બુકિંગ અગાઉથી જ 11 હજાર રૂપિયામાં શરૂ થઇ ચૂક્યું છે. આ નવી કારમાં ઘણાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવી ડિઝાયરના 6 વેરિએન્ટ ઉપલબ્ધ કરાવાઇ રહ્યા છે. કંપનીનો દાવો છે કે નવી ડિઝાયર ડીઝલ વેરિએન્ટમાં 28.4 કિમી પ્રતિ લીટર જ્યારે પેટ્રોલમાં 22 કિમી પ્રતિ લીટરની માઇલેજ આપશે.
 
કંપનીએ શું કહ્યું
 
લોન્ચ થતાં પહેલા આ કારનો વેટિંગ પીરિયડ 8 સપ્તાહ ચાલી રહ્યો છે. નવી ડિઝાયરના ડેવલપમેન્ટ પર 1000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. નવી ડિઝાયરને લોન્ચ કરતા મારૂતિ સુઝુકીના એમડી એન્ડ સીઇઓ કેનિચી આયુકાવાએ કહ્યું કે નવી ડિઝાયરને ખાસ કરીને ભારત માટે બનાવાઇ છે. ડિઝાયર પહેલેથી જ ભારતીય ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી માટે પોપ્યુલર બ્રાન્ડ બની ચુકી છે. હવે અમે સેડાન કસ્ટમર્સ માટે સંપૂર્ણ રીતે નવી ડિઝાઇન કરી છે. તેમણે એમ પણ કહ્યું કે નવી ડિઝાયરને સેફ્ટી ફિચર્સ સાથે રજૂ કરવામાં આવી છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો નવી ડિઝાયરના ફિચર્સ.....
(Auto Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Maruti Suzuki to launch 2017 Dzire in India- specs, features, variants and prices
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.