• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Agri-Biz» Wheat Imports By Indian Flour Mills In 2016 May Reach Record Level

આ વર્ષે રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે ઘઉંની આયાત, સરકારના ઊંચા ઉત્પાદનનો પોકળ દાવો

નવી દિલ્હીઃદેશમાં ઘઉંના મામલે સરકારના દાવાઓની પોલ ખુલતી જઇ રહી છે. આયાતની સતત થઇ રહેલી સમજૂતીઓના પગલે મનાય છે કે આ વર્ષે ઘઉંની આયાત રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે. શરૂઆતમાં સરકારે ઘઉંના ઉત્પાદનના ભારે આંકડા રજૂ કરીને આયાતની શક્યતા નકારી કાઢી હતી. પરંતુ દાવાથી વિપરીત બધા કામ ઊલટા થઇ રહ્યા છે. સરકાર ટાર્ગેટ પ્રમાણે ઘઉં ખરીદી શકી નથી કે આયાતને પણ અટકાવી શકી નથી.
 
અંદાજો સામે સવાલ
 
ઘઉંના ઉત્પાદનની બાબતમાં સરકારના મોટા દાવાઓ સામે સવાલ થઇ રહ્યા છે. શરૂઆતના બે અંદાજોમાં સરકારે ચડાવી બઢાવીને આંકડા રજૂ કર્યા હતા. પહેલા અને બીજા એડવાન્સ એસ્ટિમેટમાં સરકારે ઘઉંનું ઉત્પાદન 9.38 કરોડ ટન થવાનો અંદાજ મૂક્યો હતો. તે પછી બીજા અંદાજમાં તે વધારીને 9.44 કરોડ ટન કર્યો. પરંતુ ઓગસ્ટની શરૂઆતમાં ચોથા અંદાજમાં સરકારે ઘઉંના ઉત્પાદનના આંકડા પહેલા અને બીજા અંદાજથી ઘટાડીને 9.35 કરોડ ટન કરી દીધા. આમ, સરકારના હવાઇ આંકડાથી ફ્લેર ઇન્ડસ્ટ્રીમાં મુંઝવણ પેદા થઇ છે. જ્યારે ખાનગી ફ્લોર મિલ્સ આ વર્ષે ઘઉંનું ઉત્પાદન માત્ર 8.5 કરોડ ટન માનીને ચાલે છે.
 
ઉત્પાદન થયું તો ખરીદી કેમ ન થઇ
 
સરકારે ધરખમ આંકડા તો રજૂ કર્યા પરંતુ શરૂઆતના સમયે એફસીઆઇની ખરીદીના આંકડા પોલ ખોલવા લાગ્યા છે. સરકારે આ વર્ષે ઘઉંની ખરીદીનું લક્ષ્ય 3.05 કરોડ ટન રાખ્યું હતું. પરંતુ તેનાથી વિપરીત ઘઉંની ખરીદી માત્ર 2.2 કરોડ ટન જ થઇ છે. તેથી એફસીઆઇ પાસે ઘઉંનો સ્ટોક 2.68 કરોડ ટન છે. હવે ખુદ સરકારને ઘઉંના ભાવ વધતા નજર આવી રહ્યા છે તો એફસીઆઇએ ઓપન માર્કેટમાં ઘઉં ખરીદવા પર મર્યાદા લગાવી દીધી છે. હવે સાપ્તાહિક ખરીદી 5000 ટનની તુલનામાં માત્ર 2000 ટન જ કરી શકાય એમ છે. એટલું જ નહિ, એફસીઆઇએ તો માત્ર 500 ટન જ કરી હતી, પરંતુ ફ્લોર મિલ્સના વિરોધથી તેને વધારી દીધી. 
 
આગળની સ્લાઇડમાં જાણો કેટલી થઇ શકે છે આયાત..
(Agri-Biz Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Wheat imports by Indian flour mills in 2016 may reach record level
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.