• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Agri-Biz» T Nand Kumar Has Resigned From The Post Of Chairman Of NDDB

NDDBના ચેરમેન ટી નંદકુમારનું રાજીનામુ, ખાનગી ક્ષેત્રને ઉત્તેજનનું દબાણ હતું

NDDBના ચેરમેન ટી નંદકુમારનું રાજીનામુ, ખાનગી ક્ષેત્રને ઉત્તેજનનું દબાણ હતું
અમદાવાદઃ આણંદ સ્થિત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી)ના ચેરમેન ટી નંદકુમારે રાજીનામુ આપ્યું છે. તેમની મુદત પૂરી થવાના અઢી વર્ષ પહેલા તેમણે રાજીનામુ આપી દીધું છે. તેમના રાજીનામા પાછળ કૃષિ મંત્રાલયની દખલગીરી અને એનડીડીબીના સ્વાયત્ત સ્વરૂપને નબળું બનાવવાના અધિકારીઓના પ્રયાસો કારણભૂત હોવાનું મનાય છે. દેશમાં શ્વેતક્રાંતિ લાવવામાં તથા સહકારી પ્રવૃત્તિમાં એનડીડીબીનો મોટો ફાળો રહ્યો છે.
 
ફેસબૂક પર રાજીનામાની માહિતી આપી

ગુરુવારે સવારે નંદકુમારે પોતાના ફેસબૂક એકાઉન્ટ પર રાજીનામાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે તેઓ પહેલી ઓગસ્ટથી હોદ્દો છોડશે અને 10 દિવસમાં કેરળના કોલ્લમ પાછા ફરશે. એનડીડીબીમાં તેમના સાથીઓને મોકલેલા ઇમેઇલમાં તેમણે હિતોના ટકરાવની વાત કરી છે. જોકે તેમણે કોઇ વિભાગ કે અધિકારીનું નામ જણાવ્યું નથી. તેમણે જણાવ્યું છે કે બહારના લોકો સાથે હિતોનો ટકરાવ સતત વધી રહ્યો છે અને ઘણીવાર એવી સ્થિતિ આવી છે કે તેમાં સમજૂતિ શક્ય નથી. એવી સ્થિતિમાં મને લાગે છે કે સંસ્થાનું હિત સર્વોચ્ચ છે. આ ઇમેઇલની એક કોપી moneybhaskar.com પાસે છે.
 
ખેડૂતોના હિતમાં લીધું પગલું
 
આ ઇમેલમાં નંદ કુમારે ફાર્મર્સ પોડ્યુસર ઓર્ગનાઇઝેશનની સ્થાપનાને ઉત્તેજન આપવા એનડીડીબીના પગલાને ખેડૂતો અને ગ્રામીણ ભારતના હિતમાં ગણાવ્યું છે. આ સાથે કહ્યું છે કે દૂધની સફળતાને ફળ અને શાકભાજી ઉગાડતા ખેડૂતો સુધી પહોંચાડવા માટે પણ અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ જેથી ખેડૂત અને ગગ્રાહક વચ્ચેનો તફાવત દૂર થાય.
 
ડેરી ઇન્ડસ્ટ્રીના સૂત્રોએ moneybhaskar.comને જણાવ્યું કે હાલની સરકાર દ્વારા ખાનગી ક્ષેત્રને ઉત્તેજન આપવાના પ્રશ્ને નંદકુમારને કૃષિ મંત્રાલય અને અધિકારીઓ સાથે ટકરાવ વધ્યો હતો. નવી દિલ્હી સ્થિત મધર ડેરીમાં ખાનગી ક્ષેત્રનો દૂધનો પુરવઠો એક સમયે 65 ટકા સુધી વધી ગયો હતો. પરંતુ નંદકુમાર આવ્યા પછી કોઓપરેટિવને મહત્ત્વ આપવામાં આવ્યું અને હવે તેનો હિસ્સો 90 ટકા સપ્લાય સુધી પહોંચી ગયો છે.
 
એનડીડીબીએ ભારતમાં કોઓપરેટિવને સફળ મોડલ બનાવ્યું
 
મહત્ત્વની વાત એ છે કે એનડીડીબીની સ્થાપના સંસદના કાયદા હેઠળ થઇ છે અને 1965માં તેની સ્થાપના સમયે દેશમાં શ્વેતક્રાંતિના પિતા ડો વર્ગીઝ કુરિયન પ્રથમ ચેરમેન હતા જે 1998 સુધી આ હોદ્દા પર રહ્યા હતા. જ્યારે 1998માં અમૃતા પટેલ એનડીડીબીનાં ચેરમેન બન્યાં અને 2014માં તેમની મુદત પૂરી થયા પછી ટી નંદકુમાર 3 માર્ચ, 2014થી ચેરમેનપદે હતા. તેમના ઇમેઇલમાં નંદકુમારે જણાવ્યું છે કે તેમણે 29 જૂન, 2016ના રોજ રાજીનામુ આપી દીધું હતું અને મને સૂચના મળી છે કે સરકારે તે સ્વીકારી લીધું છે.
 
પ્રતિકાત્મક તસવીર- ટી નંદકુમાર, ચેરમેન, એનડીડીબી
 
(Agri-Biz Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: T Nand Kumar has resigned from the post of chairman of NDDB
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.