• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Agri-Biz» Budget Provisions For Rural Development Sets Target For 100 Percent Village Electrification

બજેટ 2017 : દરેક ગામમાં વિજળી પહોંચાડવા અને એક કરોડ પરિવારોને ગરીબીમાંથી ઉગારવાનો ટાર્ગેટ

બજેટ 2017 : દરેક ગામમાં વિજળી પહોંચાડવા અને એક કરોડ પરિવારોને ગરીબીમાંથી ઉગારવાનો ટાર્ગેટ
નવી દિલ્હીઃ ગ્રામીણ વિકાસ માટે સરકારે બજેટ 2017-18માં કુલ 1,28,560 કરોડની ફાળવણી કરી છે. ગત વર્ષનું બજેટ 10,2,543 કરોડ રૂપિયા હતું. પરંતુ ખર્ચ 11,4,997 કરોડ રૂપિયા થયો. આ રીતે જોવા જઇએ તો આ વર્ષે 13,613 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
 
 
પોતાના ભાષણ દરમ્યાન નાણાં પ્રધાન અરૂણ જેટલીએ કહ્યું કે જો કેન્દ્રીય બજેટ, રાજય બજેટ સહિત અન્ય જોગવાઇઓને જોડી લેવામાં આવે તો ગ્રામીણ ગરીબો માટે ચલાવાઇ રહેલી યોજનાઓમાં દર વર્ષે 3 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવે છ. અંત્યોદય યોજના હેઠળ વર્ષ 2019 એક કરોડ પરિવારો અને 5000 ગ્રામ પંચાયતોને ગરીબી મુક્ત કરવાનું છે.
 
 
ગ્રામીણ ભારતને બજેટમાં શું મળ્યું
 
  • આ વખતે બજેટમાં મનરેગા માટે કુલ 48,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જે ગત બજેટના મુકાબલે 11 હજાર કરોડ રૂપિયા વધુ છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી ક્યારેય પણ મનરેગા માટે આટલી ફાળવણી નથી કરવામાં આવી. મનરેગામાં મહિલાઓની ભાગીદારીમાં 55 ટકાનો વધારો થયો છે.
  • મનરેગા હેઠળ 5 લાખ તળાવ બનાવાશે. પ્રોજેક્ટ બનાવવામાં સ્પેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
  • મનરેગા માટે વર્ષ 2016-17માં કુલ 38,500 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ યોજના હેઠળ 47,499 કરોડ ખર્ચ થયો. તેમાં આ વખતે 501 કરોડનો વધારો થયો.
  • પીએમ આવાસ યોજનામાં 27 હજાર કરોડની ફાળવણી. જેટલીએ કહ્યું કે આ યોજના હેઠળ દરરોજ 133 કિમીના રસ્તાનું નિર્માણ થયું છે. વડાપ્રધાન ગ્રામ સડક યોજના હેઠળ 2017-18માં કુલ 27,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
  • 2019 સુધી એક કરોડ ઘરો બનાવાશે જેથી બેઘરો અને કાચા મકાનોમાં રહેતા લોકોને પાકી છત મળી શકે. જેથી પીએમ આવાસ યોજનામાં 23 હજાર કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે.
  • 1 મે 2018 સુધી 100 ટકા ગામડાઓમાં વિજળી પહોંચાડવાનું લક્ષ્ય પૂર્ણ કરી લેવામાં આવશે.
શું કહે છે રેટિંગ એજન્સી ક્રિસિલ
 
રેટિંગ એજન્સી ક્રિસિલના મતે આ જાહેરાતોથી રૂરલ ઇકોનોમીને બળ મળશે. પીએમજીએસવાય અને પીએમએવાયમાં ફાળવણી વધવાથી કન્સ્ટ્રક્શન સેકટરને ફાયદો થશે. ગ્રામીણ વિસ્તારમાં રસ્તાઓની દિશા સુધારવાથી રોજગાર અને ઉપયોગ વધશે. વડાપ્રધાન ગ્રામીણ આવાસ યોજનામાં ફાળવણી હાઉસિંગ ફાઇનાન્સ સેકટર માટે સારી છે.
 
(Agri-Biz Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Budget Provisions For Rural Development Sets Target For 100 Percent Village Electrification
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.