• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Agri-Biz» Government Panel Made Various Suggestions To Ease The Shortage Of Pulses In Country

દાળોની તંગી દૂર કરવા CEAની મોટી ભલામણો, MSP વધારવા અને નિકાસબંધી દૂર કરવા કહ્યું

નવી દિલ્હીઃસરકારે દેશમાં દાળોની તંગીની સમસ્યા દૂર કરવા અને ખેડૂતોને તેમના પાકની વાજબી કિંમત મળી રહે તે માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. સરકારના ચીફ ઇકોનોમિક એડવાઇઝર અરવિંદ સુબ્રમણ્યની અધ્યક્ષતામાં બનાવેલી સમિતિએ ટ્રેડર્સ માટે સ્ટોક લિમિટ દૂર કરવા, નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેવા અને ચણા-અડદ સહિતની દાળોની એમએસપી વધારવા સહિતની અનેક ભલામણો કરી છે. સમિતિએ આ ભલામણો શુક્રવારે નાણાં મંત્રાલયને સોંપી છે.
 
સમિતિની આ છે મુખ્ય ભલામણો

- કઠોળના પાક પર ખેડૂતોને 10થી 15 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સબસિડી આપો.
- દાળોની નિકાસ પર પ્રતિબંધ દૂર કરો.
- દાળોનો પૂરવઠો 8 ટકા વધારવો
- દાળોની ખરીદી અને વેચાણની સાપ્તાહિક સમીક્ષા કરવી.
 
દાળોને એપીએમસીથી ડીલિસ્ટ કરવાની ભલામણ
 
સુબ્રમણ્યનના જણાવ્યા અનુસાર, દેશમાં લાંબા સમયથી દાળોની અછત ચાલી રહી છે. આ વર્ષે જો સારા પ્રયાસો હશે તો ખેડૂતો જો દાળો તરફ વળશે તો મોટા ભાગે આ તંગી દૂર થઇ શકે છે. પરંતુ તે માટે કેટલાક પ્રયાસો કરવાની જરૂર છે, જેથી ખેડૂતો અને ટ્રેડરોનો ફરી મોહભંગ ન થાય. તેમણે દાળોને એપીએમસી એટલે કે એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટીમાંથી બહાર કરવાની ભલામણ કરી છે. તેનાથી એ લાભ થશે કે ખેડૂત સીધો પોતાનો પાક વેચી શકશે. વચેટિયા અને ટ્રેડર્સની મનમાનીથી તેને બચાવી શકાશે. તેમણે જણાવ્યું કે દેશમાં ઓછામાં આછી 20 લાખ ટન સંગ્રહની ક્ષમતા વિકસિત કરવી જોઇએ. જોકે, થોડાક દિવસો પહેલા સરકારે પણ દાળોની બફર સ્ટોક લિમિટ 20 લાખ ટન કરવાનો નિર્ણય કર્યો છે.
 
અડદની એમએસપી 6,000 રૂપિયા હોવી જોઇએ

સીઇએને ભલામણ કરી છે કે દેશમાં દાળોની સ્થિતિ માટે એક પ્રચાર સચિવોની કમિટી બનાવવી જોઇએ, જે સમય સમયે ખરીદી, વેચાણ અને આયાત-નિકાસ રીવ્યુ કરી શકે. તેમણે કહ્યું કે ખરીફ 2017માં અડદની એમએસપી ઓછામાં ઓછી રૂ.6,000 પ્રતિ ક્વિન્ટલ હોવી જોઇએ. જોકે, આ વર્ષે રૂ.425 બોનસની સાથે રૂ.5,000 પ્રતિ ક્વિન્ટલ છે. તે ઉપરાંત તેમણે આગામી રવી મોસમમાં ચણાની એમએસપીને રૂ.4,000 પ્રતિ ક્વિન્ટલ કરવાની ભલામણ કરી છે. ગયા વર્ષે ચણાની એમએસપી રૂ.75 પ્રતિ ક્વિન્ટલના બોનસ સાથે રૂ.3,500 હતી.

આગળની સ્લાઇડમાં- સરકારી ખરીદ પરની ભલામણો...
(Agri-Biz Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Government panel made various suggestions to ease the shortage of pulses in country
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.