• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Saurabh, Mahin And Sandeep Started India’S First Bitcoin Exchange

17 લાખથી શરૂઆત કરી આજે 100 કરોડનું ટર્નઓવર, અમદાવાદી કંપનીનો કમાલ

અમદાવાદઃ કોઇ પણ ક્ષેત્રમાં નવા વિચારો સાથે પ્રવેશવાથી કમાણી કરવાની શકયતાઓ વધી જાય છે. ચીલાચાલુ કરવાના બદલે કંઇક હટકે બિઝનેસ કરનારાઓ દુનિયામાં સફળ થયાના દાખલા છે. આવુ જ કંઇક હટકે કરી રહ્યા છે અમદાવાદના ત્રણ મિત્રો, મહિન ગુપ્તા, સંદિપ ગોયંકા અને સૌરભ અગ્રવાલ. સુરતમાં સ્ટાર્ટઅપ કોન્કલેવ 2016માં ગુજરાતના આવા જ કેટલાક યુવાનો નવો ઉદ્યોગ શરૂ કરવા માંગતા લોકો માટે પ્રેરણાદાયી બનશે.
 
અલગ-અલગ ક્ષેત્રોમાંથી આવતા આ ત્રણ લોકોએ હજુ એક વર્ષ પહેલાં જ એક બિઝનેસ શરૂ કર્યો જેનું વાર્ષિક ટર્નઓવર 100 કરોડ પર પહોંચી ગયું છે. જયારે મહિનાનું ટર્નઓવર રૂ.70 કરોડ છે. આ બિઝનેસ છે બિટકોઇન ટ્રેડિંગનો. મહિન, સંદિપ અને સૌરભે મળીને એક બિટકોઇન કંપની ખોલી છે જેનું નામ છે ઝેબપે. ઝેબપે એક મોબાઇલ એપ્લિકેશન છે જેના દ્ધારા તમે બિટકોઇનનું ખરીદ-વેચાણ કરી શકો છો. ઉપરાંત,  બિટકોઇનને સ્ટોર, ઇ-કોમર્સ વાઉચર ખરીદવા, મોબાઇલ એરટાઇમ રિચાર્જ કરવા પણ તેનો ઉપયોગ થઇ શકે છે.
 
મહિન ગુપ્તા એક સોફ્ટવેર ડેવલપર છે. સંદિપ ગોયંકા ઇન્ડિયન એન્જલ નેટવર્કના મેમ્બર છે જયારે સૌરભ અગ્રવાલ લંડનમાંથી એમબીએ થઇને રેડ ઇવેન્ટ્સ કંપની ચલાવતા હતા. આમ ત્રણેયનું કાર્યક્ષેત્ર અલગ છે. પરંતુ ત્રણેયે ભેગા મળીને આ કંપની શરૂ કરી છે. બિટકોઇનની કિંમત આજે 650 ડોલર જેટલી છે. કંપનીની સફળતા અંગે સંદિપ ગોયંકા જણાવે છે કે ટોચની 3 ક્રેડિટ કાર્ડ કંપનીઓ હવે બિટકોઇન કંપનીમાં ઇનવોલ્વ થઇ છે. સાઉથ આફ્રિકાની ફ્લિપકાર્ટ બિડોર્બાય અને જાપાનની રાકુતેન હવે બિટકોઇન એક્સેપ્ટ કરે છે.
 
આગળની સ્લાઇડમાં વાંચોZEBPAYઅંગે શું કહે છે કંપનીના ફાઉન્ડર સંદિપ ગોયંકા...
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Saurabh, mahin and sandeep started India’s first bitcoin exchange
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.