• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Worker Productivity Can Be Enhanced Up To 12% By Increasing The Level Of Cooling

કામના સ્થળે ઠંડક હશે તો કામદારોની ઉત્પાદકતા વધશેઃ IIM પ્રોફસર્સનું સંશોધન

કામના સ્થળે ઠંડક હશે તો કામદારોની ઉત્પાદકતા વધશેઃ IIM પ્રોફસર્સનું સંશોધન
અમદાવાદઃ કામનું સ્થળ ઠંડુ હશે તો ઉત્પાદકતા વધશે. ફેકટરીઓમાં ઠંડક વધારીને ઉત્પાદકતા 12 ટકા સુધી વધારી શકાય છે. આઇઆઇએમ અમદાવાદના બે પ્રોફસર્સે કરેલા સંશોધનમાં આ વાત બહાર આવી છે.
 
આઇઆઇએમ અમદાવાદના પ્રોફેસર ધીરજ શર્મા અને પ્રોફેસર રાજેશ ચંદવાની દ્ધારા હીટ સ્ટ્રેસ એન્ડ ઇટ્સ ઇફેક્ટ ઓન સાયકોલોજિકલ આસ્પેક્ટ્સ ઓફ વર્કર્સ ઇન ઇન્ડિયા વિષય પર હાથ ધરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કામના સ્થળે તાપમાનની અનુકૂળતા અને કામદારોની ઉત્પાદકતા વચ્ચે સીધો સંબંધ છે.
 
સંશોધનમાં નીતિ ઘડનારાઓ અને સંબંધિત સંસ્થાઓએ કામદારોની પરેશાનીઓનું સામાધાન થાય તે રીતે ક્લાયમેટ ચેન્જ અને યોગ્ય તાપમાનના અવકાશને વધારવાની તાત્કાલિક ધ્યાન આપવાની આવશ્યકતા પર ભાર મૂકાયો છે. અભ્યાસ અનુસાર હીટ સ્ટ્રેસથી માત્ર શારીરિક આરોગ્ય પર જ જોખમ નથી સર્જાતું પણ તેનાથી કામદારોના માનસિક અને મનોવૈજ્ઞાનિક આરોગ્ય પર પણ નકારાત્મક અસર થઇ શકે છે. જેથી આ પ્રશ્નના નિવારણ માટે રાજય અને કેન્દ્ર સરકાર, કર્મચારી કલ્યાણ સંસ્થાઓ અને સંગઠનોએ તાકીદે ધ્યાન આપવાની તરફેણ કરવામાં આવી છે.
 
સંશોધન અંગે આઇઆઇએમ અમદાવાદના પ્રોફેસર ધીરજ શર્માએ જણાવ્યું કે કામદારોની ઉત્પાદકતા અને આરોગ્ય પર વધતા જતા તાપમાનની અસર પ્રત્યે ઓછું ધ્યાન અપાયું છે. અમારા અભ્યાસમાં કામ કરવાની ઇનડોર જગ્યામાં વિકલ્પોની સ્થાપના મારફત વૃદ્ધિની માત્રા નિર્ધારિત કરવાનો પ્રસાય કરવામાં આવ્યો છે.
 
નોંધ- તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે. 
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Worker productivity can be enhanced up to 12% by increasing the level of cooling
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.