• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Welspun India Forays Into Flooring Solutions With INR 600 Cr Carpet Plant

અંજારમાં વેલસ્પન ઇન્ડિયાના રૂ.600 કરોડના આધુનિક કાર્પેટ ટાઇલ્સ પ્લાન્ટનું ખાતમુહૂર્ત

અમદાવાદઃ ગુજરાતની હોમ ટેક્સટાઇલ્સ ક્ષેત્રની અગ્રણી કંપની વેલસ્પન ઇન્ડિયા લિમિટેડે અંજારમાં રૂ.600 કરોડના રોકાણ સાથે કાર્પેટ, એરિયા રગ્સ અને કાર્પેટ ટાઇલ્સનું ઉત્પાદન કરીને ફ્લોર સોલ્યુશનમાં પ્રવેશ કરવાની જાહેરાત કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે બુધવારે આ અત્યાધુનિક સુવિધાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્પેટ સુવિધા વેલસ્પનના હોમ ટેક્સટાઇલ ઉત્પાદનોના વર્તમાન પોર્ટફોલિયોમાં ફ્લોરિંગ સોલ્યુશન્સ ઉમેરીને કંપનીની વિકાસગાથામાં નવું પ્રકરણ શરૂ કરશે. 
 
કાર્પેટ ટાઇલ્સનો અત્યાધુનિક પ્લાન્ટ
 
વેલસ્પન ઇન્ડિયાની આ સુવિધાની વાર્ષિક ક્ષમતા અંદાજે 7 મિલિયન ચોરસ મીટર હશે. તેમાંથી મોટા ભાગનો મૂડીગત ખર્ચ આગામી 18 મહિનામાં થશે અને આગામી સુવિધા દેશમાં સૌથી વધુ આધુનિક પ્લાન્ટમાંનો એક હશે. આ નવો પ્રોજેક્ટ વેલસ્પનની કચ્છ વિસ્તારમાં રોજગારીની તક વધારવાની પ્રતિબદ્ધતાને મજબૂત કરશે તથા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 7,000 લોકોને રોજગારી પૂરી પાડશે.
 
મુખ્યમંત્રીએ આપ્યા અભિનંદન

વેલસ્પનને અભિનંદન આપતાં ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી વિજય રુપાણીએ કહ્યું હતું કે, “હું આ નવા કાર્પેટ પ્રોજેક્ટ સાથે મેક ઇન ઇન્ડિયા પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિપાદિત કરવા વેલસ્પન ગ્રૂપની પ્રશંસા કરું છું. હું રાજ્યમાં રોજગારીનું સર્જન કરવાની તક માટે ગુજરાતની વેલસ્પનની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરું છું અને તેના સંપૂર્ણ આર્થિક વિકાસમાં પ્રદાન કરું છું.”
 
ફ્લોરિંગ સોલ્યુશન્સ વ્યવસાયમાં વૃદ્ધિની અપાર તકઃ ગોયેન્કા

આ સમારંભમાં વેલસ્પન ગ્રૂપના ચેરમેન શ્રી બી કે ગોએન્કાએ કહ્યું હતું કે, “ફ્લોરિંગ સોલ્યુશન્સ વ્યવસાયની વૃદ્ધિ માટે પ્રચૂર સંભવિતતા ધરાવે છે. અમારું માનવું છે કે આ સેગમેન્ટ અમારી હાલની ઉત્પાદન લાઇન અને ગ્રાહકને આધાર સાથે સમન્વયનો લાભ પ્રદાન કરશે, જેથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એમ બંને બજાર માટે વૃદ્ધિની મજબૂત તક ઊભી કરે છે. આ રોકાણ વિસ્તરણની અમારી કામગીરીનું પ્રતિનિધિત્વ કરે છે અને વૈશ્વિક સ્તરે અગ્રણી ઉત્પાદકોમાંના એક તરીકે અમારી ક્ષમતાનો પુરાવો છે.”
 
વેલસ્પન સિટીમાં વોટર ટ્રીટમન્ટ સુવિધા

ભારત સરકારના સ્વચ્છ પર્યાવરણ અભિયાન સાથે સુસંગતતા જાળવી વેલસ્પને અંજારમાં વેલસ્પન સિટીમાં 30 એમએલડી વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ સુવિધા સ્થાપિત કરી છે. આ સુવિધા અંજાર અને ગાંધીધામ-આદિપુરમાં નકામા પાણીને રિસાયકલ અને ટ્રીટમેન્ટ કરશે. વેલસ્પન બાયોલોજિકલ ટ્રીટમેન્ટ પછી પ્રાપ્ત પાણીનો પુનઃઉપયોગ કરશે. અલ્ટ્રા ફિલ્ટ્રેશન અને આરઓ પ્રક્રિયા તેના ઉત્પાદન પ્રક્રિયા માટે છે, જેથી કંપનીની નર્મદાના પાણી પરની નિર્ભરતા ઘટશે, જેના પરિણામે સમુદાયો માટે તાજાં પાણીની ઉપલબ્ધતામાં વધારો થશે.
 
આગળ વાંચો, વેલસ્પન ઇન્ડિયા હોમ ટેક્સટાઇલ્સમાં કેમ છે વૈશ્વિક સ્તરે અગ્રણી કંપની
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Welspun India forays into flooring solutions with INR 600 cr carpet plant
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.