• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Vodafone Joined Hands With Pastiwala.Com For Mega Pasti Collection Drive

કેશલેસને પ્રોત્સાહન આપવા વોડાફોનનું અમદાવાદમાં પસ્તી કલેક્શન

કેશલેસને પ્રોત્સાહન આપવા વોડાફોનનું અમદાવાદમાં પસ્તી કલેક્શન
અમદાવાદઃ ભારતની સૌથી મોટી ટેલીકમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઇડર્સમાંની એક વોડાફોન ઇન્ડિયાએ પસ્તીવાલા.કોમની સાથે મળીને રવિવાર, 18 ડિસેમ્બર, 2016ના રોજ અમદાવાદમાં મેગા પસ્તી કલેક્શન અભિયાનનું આયોજન કર્યું હતું. ગ્રાહકોને તેમની પસ્તી પર બમણી રકમનો લાભ મળ્યો હતો જે તેમના એમ-પેસા વોલેટમાં જમા કરવામાં આવી હતી. અમદાવાદમાં શિવરંજની, પાલડી, ચાંદખેડા, ઘોડાસર અને નારણપુરા એમ વોડાફોનના પાંચ સ્ટોર્સ ખાતે હાથ ધરાયેલી આ પહેલ અંતર્ગત 9,200 કિલોગ્રામથી પણ વધુ પસ્તી એકત્રિત કરવામાં આવી હતી જેની સામે ગ્રાહકોના એમ-પેસા વોલેટ્સમાં રૂ. 1,82,000 જેટલી રકમ જમા કરાવવામાં આવી હતી.
 
આ પહેલને ગ્રાહકો તરફથી પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો હતો અને આ સ્ટોર્સની બહાર લોકો મોટી સંખ્યામાં યોજનાનો લાભ લેવા ઊમટી પડ્યા હતા. લોકો વધુને વધુ ડિજિટલ વ્યવહારો તરફ વળે તે માટે તેમને પ્રેરણા આપવા આ પહેલ હાથ ધરવામાં આવી હતી
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vodafone joined hands with Pastiwala.com for mega Pasti collection drive
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.