• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Vibrant Guajarat 2017: Mukesh Ambani, Ratan Tata And Gautam Adani Live At Summit

વાઇબ્રન્ટ સમિટ 2017: ગુજરાતમાં પાંચ વર્ષમાં રૂ.49,000 કરોડ રોકાણ કરાશેઃ ગૌતમ અદાણી

વાઇબ્રન્ટ સમિટ 2017: ગુજરાતમાં પાંચ વર્ષમાં રૂ.49,000 કરોડ રોકાણ કરાશેઃ ગૌતમ અદાણી
અમદાવાદઃવાઇબ્રન્ટમાં પોતાના પ્રવચનમાં ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં અદાણી ગ્રુપ ગુજરાતમાં રૂ.49,000 કરોડનું રોકાણ કરશે.
- તેમણે જણાવ્યું હતું કે તેમણે અત્યાર સુધીમાં રૂ.48,000 કરોડનું રોકાણ કર્યું છે અને 25,000 સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડી છે. 
- તેમણે કહ્યું કે તેમના વિલ્મર બ્રાંડ નામના ખાદ્યતેલના બિઝનેસમાં રૂ.1200 કરોડનું રોકાણ કરાશે.
- તેમણે બે નવા સેક્ટર વોટર અને સિમેન્ટમાં રૂ.7500 કરોડનું નવું રોકાણ કરવાની જાહેરાત કરી છે. 
 - અદાણી ગ્રુપ રાજ્યમાં આવેલા તેના પોર્ટ્સનું આગામી પાંચ વર્ષમાં વિસ્તરણ કરશે અને તેમાં રૂ.16,700 કરોડ રોકશે.
 - સોલર અને વિન્ડમાં અદાણી ગ્રુપનું રોકાણ 2021 સુધીમાં વધીને રૂ.23000 કરોડ થશે.
- રીન્યુએબલ એનર્જીમાં 648 મેગાવોટનો પ્લાન્ટ અને 1.2 ગીગા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની પણ તેમણે જાહેરાત કરી છે.
- તેમણે હજીરાથી નવું રેલવે ટર્મિનલ ઊભું કરવાની જાહેરાત કરી હતી.
 
જિયોથી ગુજરાતની હોસ્પિટલો, શાળાઓ અને કોલેજોને કનેક્ટ કરાશેઃ મુકેશ અંબાણી
 
- રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે જિયો ગુજરાતમાં તમામ હોસ્પિટલો, મેડિકલ સુવિધાઓ, કોલેજો અને શાળાઓને કનેક્ટ કરશે.
 
- અંબાણીએ પોતે અને પોતાની કંપની ગુજરાતી હોવાનું ગૌરવ વ્યક્ત કર્યું હતું. 
 
સુઝુકી મોટર્સનો પ્લાન્ટ ફેબ્રુઆરીમાં શરૂ થશેઃ સીઇઓ

- સુઝુકી મોટર્સના સીઇઓ ટોશિહિરો સુઝુકીએ જાહેરાત કરી હતી કે ગુજરાતમાં અમારો નવો ઓટોમોબાઇલ પ્લાન્ટ આવતા મહિનાથી શરૂ થઇ જશે. અમે અમારા ગુજરાત પ્લાન્ટની કેપેસિટી વધીને 7,50,000 યુનિટ કરીશું.
- સુઝુકી મોટર્સના સીઇઓએ જણાવ્યું હતું કે, અમે ગુજરાતમાં જાપાન-ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેન્યુફેક્ચરિંગ સ્થાપવાનો નિર્ણય કર્યો છે.
 
વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 15 દેશોના પ્રતિનિધિ મંડળની અને ટોચની કંપનીઓની હાજરી
 
-વાઇબ્રન્ટ સમિટનો સાંજે ચાર વાગ્યાથી પ્રારંભ થઇ ગયો છે. 15 દેશોના પ્રતિનિધિમંડળ અને 11 કેન્દ્રીય પ્રધાનો તેમજ દેશ અને વિદેશની અગ્રણી કંપનીઓના સીઇઓની ભરચક હાજરી છે.

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.