• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Users Of Gujarat Can Do Cashless Transactions By SBI Mobi Cash App

ગુજરાતના યુઝર્સ SBIની મોબિકેશ એપથી કેશલેસ ટ્રાન્ઝેક્શન કરી શકશે

અમદાવાદઃ કેશલેસ ટ્રાન્ઝેક્શન માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ બીએસએનએલ સાથે મળીને વિકસાવેલી મોબાઇલ વોલેટ એપ મોબિકેશને 6 ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં લોન્ચ કરવામાં આવી હતી. એસબીઆઇની અમદાવાદ ખાતેની મુખ્ય બ્રાંચના સીજીએમ સંજીવ નોટિયાલ અને બીએસએનએલના સીએમડી અનુપમ શ્રીવાસ્તવે મોબિકેલ એપને ગુજરાતના વપરાશકારો માટે લોન્ચ કરી હતી. મોબિકેશ એપની ખાસિયત એ છે કે તેને એકાઉન્ટ હોલ્ડર તેમજ નોન-એકાઉન્ટ હોલ્ડર પણ વાપરી શકે છે. વળી, તેનો સ્માર્ટફોન તેમજ બેઝિક ફીચર ફોન દ્વારા પણ ઉપયોગ કરી શકાય છે.
 
ડિસેમ્બરમાં લોન્ચ થઇ હતી મોબિકેશ
 
ડીમોનેટાઇઝેશન પછી ડિજિટલ અને કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં ઊછાળો આવ્યો છે. કેશલેસ ટ્રાન્ઝેક્શનને ઉત્તેજને આપવા દેશની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) સાથે મળીને ડિસેમ્બર 2016માં સ્ટેટ બેન્ક મોબિકેશ નામે એક નવું મોબાઇલ વોલેટ શરૂ કર્યું હતું. આ મોબાઇલ વોલેટનો ઉપયોગ સ્માર્ટફોન તેમજ ફીચર ફોન એમ બંને પ્રકારના મોબાઇલ યુઝર્સ કરી શકે છે.
 
આગળ વાંચો, મોબિકેશનો કેવી રીતે ઉપયોગ કરી શકાય..
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Users of Gujarat can do cashless transactions by SBI mobi cash app
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.