• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Thomas Cook Witnesses 20 % Growth In Gujarat, Launches Special Packages

થોમસ કૂકનાં ગુજરાતી પ્રવાસીઓમાં 20 ટકાની વૃદ્ધિ, સ્પેશ્યલ પેકેજીસ કર્યા લોન્ચ

થોમસ કૂકનાં ગુજરાતી પ્રવાસીઓમાં 20 ટકાની વૃદ્ધિ, સ્પેશ્યલ પેકેજીસ કર્યા લોન્ચ
અમદાવાદઃપ્રવાસનાં શોખીન  ગુજરાતી પ્રવાસીઓ માટે થોમસ કૂક ઇન્ડિયાએ બજાર અને ગ્રાહકનું વિસ્તૃત સંશોધન કર્યા પછી સ્પેશ્યલ રિજનલ ટૂર્સ પ્રસ્તુત કરી છે. ગુજરાતીઓ માટે બનાવેલી વિશેષ ગુજરાતી ટૂર્સની કેટેગરી (‘આવો મારી સાથે’ અને ‘અલબેલુ યુરોપ’)એ છેલ્લાં થોડાં વર્ષોમાં આક્રમક વૃદ્ધિ દર્શાવી છે. મોટા ભાગનો બિઝનેસ અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા આણંદ, મહેસાણા, સુરત, ભાવનગર, જામનગર જેવા ટિઅર 3 શહેરોમાંથી મળે છે, જ્યાં થોમસ કૂકની માગમાં વધારો થયો છે.
 
આ ટૂર્સ ગુજરાતી પ્રવાસીઓ માટે બનાવવામાં આવી છે, જેમાં ગુજરાતી ભાષી ટૂર મેનેજર અને ગુજરાતી સમુદાયમાંથી ગુજરાતી ભાષી સહ-પ્રવાસીઓનો સંગાથ, શાકાભાજી ભોજન, ટૂર પર ઘર જેવાં ગુજરાતી ભોજનની અનુકૂળતા સામેલ છે.
 
થોમસ કૂક ઇન્ડિયા માટે ગુજરાત મુખ્ય સ્ત્રોત બજાર છે અને તેની 2017-18ની વ્યૂહરચનાનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. થોમસ કૂક ઇન્ડિયાનાં વર્તમાન લેઇઝર બિઝનેસનો 18 ટકા હિસ્સો ધરાવે છે (થોમસ કૂકનાં એમઆઇસીઇ બિઝનેસનો 7 ટકા હિસ્સો) અને 20 ટકાથી વધારે મજબૂત વાર્ષિક વૃદ્ધિ જોવા મળે છે. 
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Thomas Cook witnesses 20 % growth in Gujarat, launches special packages
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.