• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Taxmann Launches GST Filing Software One Solution

ટેક્સમેને જીએસટી ફાઇલિંગ સોફ્ટવેર ‘વન સોલ્યુશન’ પ્રસ્તુત કર્યું

અમદાવાદ: ભારતમાં ટેક્સ અને કોર્પોરેટ કાયદાના અગ્રણી પ્રકાશક તથા ભારત સરકાર દ્વારા માન્યતાપ્રાપ્ત જીએસટી સુવિધા પ્રોવાઇડર (જીએસપી) ટેક્સમેને આજે અમદાવાદમાં તેનું જીએસટી કમ્પ્લાયન્સ સોફ્ટવેર ‘વન સોલ્યુશન’ પ્રસ્તુત કર્યું હતું. વન સોલ્યુશન તમામ જીએસટી અને આવકવેરાનાં નિયમોની પૂર્તતા માટે સંકલિત સોફ્ટવેર છે.
 
સરકારને 1 જુલાઈ, 2017થી જીએસટીનો અમલ થવાની ખાતરી છે. જો અમલ થશે, તો કરવેરા વ્યાવસાયિકો અને કરદાતાઓ પાસેથી જીએસટી માટે તૈયારી કરવાનો અતિ ઓછો સમય હશે.
 
જીએસટી હેઠળ પાલન નિયત સમયમાં કરવું પડે છે અને દર મહિને રજિસ્ટર્ડ ડિલરે ત્રણ રિટર્ન અને એક વાર્ષિક રિટર્ન ભરવું પડશે, જેનો અર્થ એ થયો કે દરેક કરદાતાએ દર વર્ષે 37 રિટર્ન ભરવા પડશે. આ રિટર્ન ભરવા દરેક કરદાતાએ વસ્તુઓ/સેવાઓનો હાર્મોનાઇઝ સિસ્ટમ ઓફ નોમેન્ક્લેચર (એચએસએન કોડ), ગ્રાહકોનું સરનામું અને જીએસટીએન જેવી મુખ્ય માહિતીનો ડેટાબેઝ જાળવવો પડશે, જેનો દરેક જીએસટી ઇનવોઇઝ અને જીએસટી રિટર્નમાં ઉલ્લેખ કરવો પડશે.
 
આથી કરદાતાઓને સક્ષમ બનાવવા ટેક્સમેન વન સોલ્યુશનનાં જીએસટી મોડ્યુલમાં તમામ મહત્ત્વપૂર્ણ માહિતીનો માસ્ટર ઊભી કરવાની સુવિધા પ્રદાન કરે છે. તે કરદાતાઓને વિવિધ પાર્ટીઓ પાસેથી જરૂરી તમામ માહિતી એકત્ર કરવા સક્ષમ બનાવશે, જેથી 1 જુલાઈથી જીએસટી કમ્પ્લાયન્ટ ઇનવોઇઝ ઇશ્યૂ થઈ શકશે.
 
વન સોલ્યુશન સોફ્ટવેર લોંચ કરતાં ટેક્સમેનનાં સીનિયર કન્સલ્ટન્ટ શ્રી ભાવેશ ચંદરાણાએ કહ્યું હતું કે, “જીએસટીના અમલ પછી ઇનવોઇસ જીએસટી કાયદામાં સૂચિત જરૂરિયાતો મુજબ હોવા જોઈએ. જીએસટી ઇનવોઇસ અને જીએસટી રિટર્નમાં વિવિધ વધારાની માહિતીની જરૂર પડશે. તેમાંથી ઘણી માહિતીનું પુનરાવર્તન થાય છે, જેથી અમે તાત્કાલિક માસ્ટર ક્રિએશન કર્યું છે (જેમાં બાયર માસ્ટર, સપ્લાયર માસ્ટર, ગૂડ્સ એન્ડ સર્વિસ માસ્ટર, બ્રાન્ચ માસ્ટર, બેંક માસ્ટર વગેરે આવરી લેવાશે). તે કરદાતાઓને તેમની સિસ્ટમ કન્ફિગર કરવા તથા જીએસટી માટે અગાઉથી જરૂરી માસ્ટર માહિતી ઊભી કરવા પૂરતો સમય આપશે.”
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Taxmann Launches GST Filing Software One Solution
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.