• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Samsung Redefines TV Picture & Design With The Launch Of QLED TV In India

સેમસંગે ભારતમાં ક્યુએલઇડી ટીવી કર્યુ લોન્ચ, મળશે 100 ટકા કલર વોલ્યુમ

અમદાવાદઃસેમસંગ ઇલેક્ટ્રોનિક્સએ આજે ભારતમાં ક્યુએલઇડી ટીવીની તેની ફ્લેગશિપ પ્રીમિયમ લાઇન-અપ લોન્ચ કરી હતી અને તેનું નવીન ટીવી, ધ ફ્રેમ દર્શાવ્યું હતું, જે અત્યાધુનિક ટીવી ટેકનોલોજી અને સ્ટાઇલ સાથે હોમ એન્ટરટેઇન્મેન્ટનાં ભવિષ્યને નવેસરથી પરિભાષિત કરે છે.
 
સેમસંગ ક્યુએલઇડી ટીવીનું નામ ટીવી ઓફ લાઇટ આપ્યું છે, જે મહત્તમ બ્રાઇટનેસ લેવલ અને આકર્ષક વિઝ્યુઅલ અનુભવ પ્રદાન કરે છે તથા ટેલીવિઝન માટે નવા યુગની શરૂઆત કરે છે અને લાઇફસ્ટાઇલ ટીવી પર ધ્યાન કેન્દ્રિત કરીને ભવિષ્યનાં લિવિંગ રૂમને નવેસરથી પરિભાષિત કરે છે. આ સાથે ભારતની નંબર વન ટીવી બ્રાન્ડ બજારમાં તેની લીડરશિપને વધારે મજબૂત કરશે.
 
ક્યુએલઇડી ટીવી વિશ્વમાં ચાર પ્રથમ નવીનતા ધરાવે છે. તેમણે 100 ટકા કલર વોલ્યુમ, તમામ વિગતો બહાર લાવવા એચડીઆર 2000 ફંકશનાલિટી મેળવી છે, ઇનિવિઝબલ કનેક્શન તમારા લિવિંગ રૂમને વ્યવસ્થિત જાળવે છે અને વન રિમોટ કન્ટ્રોલ શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરે છે. આ સાથે નો ગેપ વોલ-માઉન્ટ અને સ્ટુડિયો સ્ટેન્ડ જેવી ઓપ્શનલ ઇઝલ તમારા ઘરની શોભા વધારે છે. લગભગ બેઝલ-લેસ ડિસ્પ્લે સાથે સ્લિમ, સ્લીક અને પ્રીમિયમ મેટલ બોડી ધરાવતું ક્યુએલઇડી ટીવી સેટ અભૂતપૂર્વ સોફેસ્ટિફિકેશન સેટ કરે છે.
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Samsung Redefines TV Picture & Design With the Launch of QLED TV in India
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.