• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Know About Gujarat Powerful Families And Their Contribution In Different Sectors

આ છે ગુજરાતની પાવરફૂલ ફેમિલીઝ, કલાથી કાપડ બનાવવા સુધીનું યોગદાન

અમદાવાદઃ ગુજરાતના વિકાસમાં અનેક લોકોનું યોગદાન રહ્યું છે. રાજા રજવાડાઓથી માંડીને વેપારીઓ અને કલાના ક્ષેત્રમાં કામ કરનારા એવા લોકો છે જેનાથી ગુજરાતની પ્રતિષ્ઠાને ચાર ચાંદ લાગ્યા છે. સમાજના અલગ-અલગ ક્ષેત્રમાં કામ કરનારા આવા લોકોથી ગુજરાતનું નામ માત્ર ભારત જ નહીં સમસ્ત વિશ્વમાં રોશન થયું છે. કલા, શિક્ષણ, રાજકારણ, કાયદો અને બિઝનેસ વર્લ્ડમાં આવા જ કેટલાક કુટુંબો છે જેને આપણે પાવરફૂલ ફેમિલી કહી શકીએ. આજે આવા જ પ્રતિષ્ઠિત કુટુંબો વિશે આપણે વાત કરીશું.
 
ગુજરાતના પાવરફૂલ ફેમિલીઝમાં જેમનું નામ ખુબ આદરપૂર્વક લેવામાં આવે છે તેમાં ગાયકવાડ પરિવાર,સારાભાઇ પરિવાર, લાલભાઇ પરિવાર, હઠિસિંહ પરિવાર, જાડેજા કુટુંબ, જયકૃષ્ણ ફેમિલી, કરનસનભાઇ પરિવાર, ગિરધરદાસ ફેમિલી, શ્રોફ ફેમિલી, મહેતા ફેમિલી અને નાણાંવટી ફેમિલીનો સમાવેશ થાય છે.
 
સારાભાઇ પરિવારમાં મૃણાલિની અને વિક્રમ સારાભાઇને કોણ નથી ઓળખતું ? અવકાશ વિજ્ઞાનમાં વિક્રમ સારાભાઇનું નામ જાણીતું છે તો ભરતનાટ્યમ, કથકલી અને મોહીનીયટ્ટ્મમાં જેવા શાસ્ત્રીય નૃત્યના ક્ષેત્રમાં મૃણાલિની સારાભાઇનું નામ આદરથી લેવામાં આવે છે. જો કે પોતાની કલાથી ગુજરાતને વિશ્વકક્ષાએ નામના અપાવનારા મૃણાલિની સારાભાઇનું અવસાન જાન્યુઆરી 2016માં એટલે કે ચાલુ વર્ષે જ થયું છે. પરંતુ તેમનાં આ ડાન્સફોર્મનો વારસો આજે પણ મલ્લિકા સારાભાઇ અને તેમના સંતાનોએ જાળવી રાખ્યો છે. મલ્લિકા સારાભાઇ દર્પણ એકેડમી ચલાવે છે. જયારે તેમના ભાઇ કાર્તિકેય સારાભાઇ સીઇઇના અધ્યક્ષ હોવાની સાથે સાથે શહેરની સૌથી જુની અને પ્રતિષ્ઠિત શેઠ સી.એન.વિદ્યાલયમાં ટ્રસ્ટી પણ છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો ગાયકવાડ ફેમિલીના યોગદાન અંગે...
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know About Gujarat Powerful Families And Their Contribution In Different Sectors
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.