• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» PM Modi Inauguarats India International Exchange, Know About BSE's New Exchange

ગિફ્ટ સિટીમાં BSEનું ઇન્ટરનેશનલ એક્સચેન્જ હશે વિશ્વમાં સૌથી ઝડપી

અમદાવાદઃ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017ની પૂર્વસંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગિફટ સિટીમાં બીએસઇના ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સ્ચેન્જ (ઇન્ડિયાINX)ને ખુલ્લું મૂક્યું છે. બીએસઇના નવા એક્સચેન્જમાં પ્રારંભમાં ઇક્વિટી. કરન્સી, કોમોડિટીમાં ફક્ત ડેરિવેટિવ્ઝ પ્રોડક્ટ્સમાં જ ટ્રેડિંગ શરૂ થશે. સૌથી ખાસ વાત એ છે કે બીએસઇનું આ ઇન્ટરનેશનલ એક્સચેન્જ રોજ 22 કલાક સક્રિય રહેશે અને તેનો ઓર્ડર રીસ્પોન્સ ટાઇમ ચાર માઇક્રોસેકન્ડનો હશે, જે વિશ્વમાં સૌથી ઝડપી છે.
 
- બીએસઇએ ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ માટે 2015માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં એમઓયુ કર્યા હતા.
- બીએસઇનું ઇન્ટરનેશનલ એક્સચેન્જ ગિફ્ટના હિરાનંદાણીની માલિકીના ટાવરમાં 42 લાખ ચોરસફૂટ જગ્યામાં આવેલું છે. 
- બીએસઇએ હજુ બે મહિના પહેલા ગિફ્ટની બિલ્ડગમાં જગ્યા મેળવી હતી અને 45 દિવસમાં જ એક્સચેન્જ તૈયાર થયું છે.
- આ એક્સચેન્જમાં શરૂઆતમાં 100 લોકોના સ્ટાફ છે જેમાં સ્થાનિક અને વિદેશી કર્મચારીઓનો સમાવેશ થાય છે.
- બીએસઇનું ઇન્ટરનેશનલ એક્સચેન્જ મકર સંક્રાતિ પછી કાર્યરત થવાની શક્યતા છે.
- નવું ઇન્ટરનેશનલ એક્સચેન્જ મલ્ટિનેશનલ બનવા માગતી કંપનીઓને ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પ્લેટફોર્મ પૂરું પાડશે.
- સ્થાનિક કંપનીઓ ફોરેન કરન્સીના બોન્ડ્સ બહાર પાડીને અને આવી સિક્યોરિટીઝમાં ટ્રેડ કરીને વિદેશી ચલણમાં મૂ઼ડી એકત્ર કરી શકશે.
 
ગિફ્ટ સિટીમાં બીએસઇનું રૂ.500 કરોડનું રોકાણ

બીએસઇ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર(IFSC)માં કુલ રૂ.500 કરોડનું રોકાણ કરશે. બીએસઇ તેના ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ ઉપરાંત બીએસઇ ઇન્સ્ટીટ્યુટ પણ સ્થાપવાનું છે. બીએસઇના અધિકારીના જણાવ્યા અનુસાર, આશરે 100 બ્રોકર્સે નવા એક્સચેન્જમાં શિફ્ટ થવાની અરજી કરી છે. તેમાંથી 50 બ્રોકર્સે તો જગ્યા પણ મેળવી લીધી છે. 
 
બીએસઇનું ઇન્ડિયાNX વિશ્વમાં સૌથી ઝડપી સ્ટોક એક્સચેન્જ હશે
 
બીએસઇના એમડી અને સીઇઓ આષિક કુમાર ચૌહાણે એક અંગ્રેજી સમાચારપત્રને જણાવ્યું હતું કે, ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ વિશ્વમાં સૌથી ઝડપી સ્ટોક એક્સચેન્જ હશે. તેનો ઓર્ડર રીસ્પોન્સ ટાઇમ ચાર માઇક્રોસેકન્ડ જેટલો હશે, જે અત્યારે મુંબઇમાં બીએસઇની પોતાની સિસ્ટમ કરતા પણ વધુ ઝડપી છે. બીએસઇની હાલનો ઓર્ડર રીસ્પોન્સ ટાઇમ છ માઇક્રો સેકન્ડનો છે. બીએસઇ છ માઇક્રો સેકન્ડના મિડિયન ટ્રેડ સ્પીડ સાથે 2015માં વિશ્વનું સૌથી ઝડપી એક્સચેન્જ બન્યું હતું. 
 
આગળની સ્લાઇડમાં વાંચો- બીએસઇ દરરોજ 22 કલાક ચાલશે...
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: PM Modi inauguarats India international exchange, know about BSE's new exchange
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.