• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Opinion Divided Over Impact Of Demonetisation On Property Market In Gujarat

નોટબંધીથી ગુજરાતમાં મકાનોના ભાવ નહીં ઘટે, RERA ગેમચેન્જર બનશેઃ બિલ્ડર્સ

અમદાવાદઃ નોટબંધી અને રેરાનો કાયદો રીઅલ એસ્ટેટ સેકટરને બૂસ્ટ કરશે. સરકારના ડિમોનેટાઇઝેશનના પગલાથી ટૂંકાગાળામાં મકાનોના ભાવો સ્થિર રહેશે પરંતુ 2017માં જૂન પછી પરિસ્થિતિ સુધરવાની શકયતા છે. જોકે સરકારે રીઅલ્ટી સેકટરને મંદીમાંથી બહાર લાવવા વ્યાજ દરમાં ઘટાડો કરવા જેવા પગલા પણ ભરવા જોઇએ એવું ગુજરાતના બિલ્ડરો માને છે. આવો જાણીએ નોટબંધી પછી ઊભી થયેલી પરિસ્થિતિ અને રીયલ એસ્ટેટ એન્ડ રેગ્યુલેશન એક્ટ (RERA) અંગે મનીભાસ્કરે જાણીતા બિલ્ડર્સ અને પ્રોપર્ટી એક્સપર્ટ્સ સાથે વાત કરી તો તેઓએ શું કહ્યું....
 
દિપક પટેલ, પ્રમખ-ગાહેડ
 
નોટબંધી અને RERAનો કાયદો મકાનોના ભાવમાં 20થી 25 ટકાનો વધારો કરશે. રોકડથી ધંધો કરનારા ઘટી જશે એટલે કે જો 2 લાખ મકાનો અમદાવાદમાં બનતા હશે તો હવે 1 લાખ બનશે. 50 કરોડ જેવી નાની સ્કીમો બનાવતા ડેવલપર્સની સંખ્યા ઘટી જશે. RERAના કાયદામાં બધુ ઓનલાઇન હશે. પરિણામે રીયલ એસ્ટેટ સેકટરમાં પારદર્શિતા વધશે. અમદાવાદની આસપાસના ગામોમાં જે બ્રોકર પણ બિલ્ડર બની જતો હતો તેવું હવે નહીં બને.
 
અજય પટેલ, સેક્રેટરી, ક્રેડાઇ ગુજરાત
 
નોટબંધીથી કોઇ અસર નહીં થાય. ટુંકા ગાળામાં જ્યારે સમગ્ર ઇકોનોમીમાં સ્લોડાઉન છે ત્યારે રિયલ એસ્ટેટ સેકટર તેમાંથી બાકાત ન રહી શકે પરંતુ છ મહિના પછી પરિસ્થિતિ સુધરશે. રિયલ એસ્ટે એન્ડ રેગ્યુલેશન એક્ટના લાગુ થવાથી (RERA) ડેવલપર્સ માટે ઉજળા સંજોગો ઉભા થશે. આ કાયદાથી નાના ડેવલપર્સને અસર થશે અને મોટા તેમજ જેન્યુઇન ડેવલપર્સ જ માર્કેટમાં ટકશે. નોટબંધીથી જમીનોના ધંધાને અસર થશે. 
 
આગળની સ્લાઇડમાં વાંચો, વધુ કેટલાક બિલ્ડર્સના રીયલ એસ્ટેટની સ્થિતિ અંગેના અભિપ્રાયો...
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Opinion divided over impact of demonetisation on property market in gujarat
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.