• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Only 2 Among 8 Gujarati Industrialist Spoke In Vibrant Gujarat 2017

વાઇબ્રન્ટ ગુજરાત: માત્ર બે ગુજરાતી ઉદ્યોગપતિઓને મળી સંબોધનની તક

અમદાવાદઃવાઇબ્રન્ટ ગુજરાત 2017નો આજથી પ્રારંભ થયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. વાઇબ્રન્ટના ઉદ્ધાટન પ્રવચનમાં ટોચના 8 ગુજરાતી ઉદ્યોગપતિઓમાંથી ફકત બે ઉદ્યોગપતિઓને બોલવાની તક મળી છે. વાઇબ્રન્ટમાં મુકેશ અને અનિલ અંબાણી, ગૌતમ અદાણી, પંકજ પટેલ, સંજય લાલભાઇ, તુલસી તંતી સહિતના ઉદ્યોગપતિઓમાંથી માત્ર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી અને અદાણી ગ્રુપના સીઇઓ ગૌતમ અદાણીને વાઇબ્રન્ટના મંચ પરથી સંબોધનની તક મળી. જો કે 2015માં માત્ર મુકેશ અંબાણી જ એકમાત્ર એવા ઉદ્યોગપતિ હતા જેઓ વાઇબ્રન્ટ સમિટમાં બોલ્યા હતા.
 
શું કહ્યું મુકેશ અંબાણીએ
  
- દિવાળી સુધી સમગ્ર રાજ્ય JIO 4G નેટવર્કથી કવર કરાશે
- તમામ વાઇબ્રન્ટમાં હાજર રહેવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું
- ગુજરાત ભારતમાં સૌથી વધુ FDI ધરાવતું રાજ્ય
- મને ગર્વ છે રિયાલન્સ એક ગુજરાતી કંપની છે.
- મારા પિતા સૌરાષ્ટ્રમાં જન્મ્યા હતા અને ત્યાંથી શરૂઆત થઇ હતી.
- ઇતિહાસ તમને ટ્રાન્સફોર્મર પીએમ તરીકે યાદ રાખશે
- તમે લોકોનું માઇન્ડ ઘણા ઓછા સમયમાં ચેન્જ કર્યું
- આવનારા સમયમાં જીઓ દ્વારા દુકાન અને મોલમાં જીઓ દ્વારા કેસલેશની સુવિધા વિકસાવાશે
 
2015માં શું બોલ્યા હતા મુકેશ અંબાણી
 
2015ની વાઇબ્રન્ટ સમિટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણીએ ગુજરાતમાં 1 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે રિલાયન્સ ગુજરાતની સક્સેસ સ્ટોરીનો અવિભાજ્ય હિસ્સો છે અને અમને તેનું ગૌરવછે. તેમણે કહ્યું હતુ કે દરેક રોકાણકાર અમને અનુસરે અને ગુજરાતમાં રોકાણ કરે. અંબાણીએ કહ્યું હતું કે વાઈબ્રન્ટ એક સમિટ નથી પણ આગળ વધવાની કૃતનિશ્ચયતા છે અને મોદીના નેતૃત્વ હેઠળ ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતો દેશ બનશે અને આપણે પ્રયત્ન કરીએ તો એ શકય છે.
 
 
આગળની સ્લાઇડમાં વાંચો શું કહ્યું ગૌતમ અદાણીએ....
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: only 2 among 8 gujarati industrialist spoke in vibrant gujarat 2017
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.