• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» MobiKwik Launches App In Gujarati

મોબિક્વીકે ગુજરાતી ભાષામાં એપ લોંચ કરી, ઓછી સ્પીડે પણ ચાલશે વોલેટ

અમદાવાદ: મોબાઇલ વોલેટમાં અગ્રણી ભારતીય કંપની મોબિક્વીકે ગુજરાતી બોલતા 5.9 કરોડ લોકોને મદદ કરવા આજે તેની મોબાઇલ એપનું ગુજરાતી વર્ઝન લોંચ કર્યું હતું. ગુજરાતી વર્ઝન એપના હળવા વેરિયેન્ટ ‘MobiKwik LITE’ પર આધારિત હશે અને તેને માત્ર એક મિસ્ડ કોલ આપીને સ્ટાન્ડર્ડ મોબાઇલ ઇન્ટરનેટ કનેક્શન્સ દ્વારા ડાઉનલોડ કરી શકાય છે.
 
લોંચ અંગે બોલતા મોબિક્વીકના સહ-સ્થાપક ઉપાસના ટકુએ જણાવ્યું હતું કે, “મોટાભાગના ભારતીયો અંગ્રેજીમાં પ્રભુત્વ નથી ધરાવતા હોતા અને પોતાની સ્થાનિક ભાષામાં જ બોલવાનું પસંદ કરે છે. આ હકીકતને જોતાં અમે પ્રાદેશિક ભાષાઓમાં મોબિક્વીક લોંચ કર્યું છે. અમે ગયા મહિને હિન્દીમાં એપ રજૂ કરી હતી અને આ ક્રમ આગળ વધારતા ગુજરાતીને સમાવેશ કર્યો છે.”
 
“વડાપ્રધાને 8 નવેમ્બરે જાહેર કરેલી નોટબંધીને કારણે ઘણાં લોકો ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ તરફ વળ્યા છે. લોકોને આ પરિવર્તનનો ઉપયોગ પોતાની ભાષામાં કરવામાં મદદ કરવાનો અમારો પ્રયાસ છે,”  એમ ઉપાસનાએ ઉમેર્યું હતું.
 
ઇ-કોમર્સના ઉપયોગમાં ગુજરાતનો આઠમો ક્રમ છે ત્યારે રાજ્યના ગ્રાહકો મોબાઇલ આધારિત ટ્રાન્ઝેક્શન્સ વધારી રહ્યા છે. અમદાવાદ, વડોદરા અને સુરત જેવા શહેરો બહુ ઝડપથી ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ અપનાવી રહ્યા છે, જેમાં રાજ્યમાં મોબિક્વીક પરથી થતા કુલ વ્યવહારોમાં એકલા અમદાવાદનો હિસ્સો જ 20 ટકાથી વધુ છે.
 
 
ગુજરાતના મોબાઇલ યુઝર્સમાં ટ્રાન્ઝેક્શન્સની ટોપ કેટેગરી યુટિલિટી પેમેન્ટ્સ અને રીચાર્જ છે. મોબિક્વીકમાં બિગ બજાર, ક્રોમા, પેન્ટાલુન્સ સહિતનાં મોટાં રિટલર્સને ત્યાં ખરીદી કરવામાં ડિજિટલ વોલેટ પેમેન્ટ્સ કરી શકાય છે. કંપની દેશભરના ટોલ પ્લાઝા, આઇઆરસીટીસી, ગુજરાત ગેસ કંપની લિમિટેડ, મધ્ય ગુજરાત વીજ કંપની, દક્ષિણ ગુજરાત વીજ કંપની, પશ્ચિમ ગુજરાત વીજ કંપની, ઉત્તર ગુજરાત વીજ કંપની અને જીએસપીસી ગેસના પેમેન્ટ્સ ઓફર કરે છે.
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: MobiKwik launches app in Gujarati
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.