• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Infostretch To Double Its Indian Headcount To Over 1,200 Within Two Years

ગુજરાતીઓની કંપની ઇન્ફોસ્ટ્રેચ આગામી બે વર્ષમાં ભારતીય કર્મચારીઓની સંખ્યા બેગણી વધારશે

અમદાવાદ: એન્ટરપ્રાઇઝ ડિજિટલ સોલ્યુશન્સ પ્રોવાઇડર ઇન્ફોસ્ટ્રેચે આગામી બે વર્ષમાં તેનાં ભારતીય કર્મચારીઓની સંખ્યા બમણી એટલે 1,200થી વધારે કરવાની યોજના બનાવી છે. ટેકનોલોજી સોલ્યુશન્સ કંપનીએ 2017માં ભારતનાં બેંગાલુરુમાં નવી હાઇ-ટેક આઇટી સુવિધા સ્થાપિત કરીને ભારતમાં તેની કામગીરીનું વિસ્તરણ પણ કરી રહી છે.
 
ઇન્ફોસ્ટ્રેચ નોન-રેસિડન્ટ ગુજરાતીઓ (એનઆરજી) રૂતેશ શાહ અને મનિષ માથુરિયાએ વર્ષ 2004માં સ્થાપિત કરેલી એન્ટરપ્રાઇઝ ડિજિટલ સોલ્યુશન્સ કંપની છે. આ ક્ષેત્રે અગ્રીમ સ્થાન ધરાવતી ઇન્ફોસ્ટ્રેચને તેની કુશળતા અને ઝડપી વૃદ્ધિ બદલ આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક એવોર્ડ મળ્યાં છે. તાજેતરમાં ઇન્ફોસ્ટ્રેચને અમેરિકામાં પ્રતિષ્ઠિત ઇન્ક. 5000 લિસ્ટિંગમાં સ્થાન મળ્યું છે અને અમેરિકામાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ પામતી કંપનીઓમાં સામેલ થઈ છે. ઇન્ફોસ્ટ્રેચને સતત છઠ્ઠાં વર્ષે આ સન્માન મળ્યું છે.
 
ઇન્ફોસ્ટ્રેચનાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને સહ-સ્થાપક રૂતેશ શાહેકહ્યું હતું કે, આગામી કેટલાક વર્ષોમાં અમે સોફ્ટવેર ઓટોમેશન, આઈઓટી સિસ્ટમ્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં ન્યૂ જનરેશન ટેકનોલોજી બેઝ્ડ સોલ્યુશન્સમાં ઝડપી વિકાસ જોઈ રહ્યા છીએ. આની સાથે ક્લાઉડ બેઝ્ડ કનેક્ટેડ ટેકનોલોજીની મદદથી અમે ફાયનાન્સ, હેલ્થકેર, રિટેલ અને હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીઝમાં નવા બિઝનેસ સોલ્યુશન્સ પણ પૂરા પાડી શક્યા છીએ. ઝડપી વૃદ્ધિની જરૂરિયાતને પહોંચી વળવા અમે અમારી ભારતીય કામગીરીઓ માટે એન્જિનિયરિંગ ટીમની સંખ્યા બેગણી કરવાની યોજના બનાવી રહ્યા છીએ.
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Infostretch to double its Indian headcount to over 1,200 within two years
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.