• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» METRO Announces Its Launch In Ahmedabad With A Price Challenge

60 કરોડના ખર્ચે અમદાવાદમાં ખુલ્યો હોલસેલ સ્ટોર, તમામ વસ્તુ એક જ સ્થળે

અમદાવાદ: ભારતની સૌથી મોટી સંગઠિત હોલસેલ કંપની મેટ્રો કેશ એન્ડ કેરી ઇન્ડિયાએ અમદાવાદમાં તેનાં પ્રથમ સ્ટોરને લોંચ કરવાની જાહેરાત કરી છે. મેટ્રો પ્રાઇઝ ચેલેન્જ સાથે ધમાકેદાર પ્રવેશ કરનાર જર્મનીની આ બહુરાષ્ટ્રીય હોલસેલ કંપનીએ તેનાં સ્ટોરમાં ચીજવસ્તુઓની કિંમત અમદાવાદમાં સૌથી ઓછી હોવાનો દાવો કર્યો છે. કંપનીએ વર્ષ 2016માં ગુજરાતમાં સુરત ખાતે તેનો પ્રથમ સ્ટોર શરૂ કર્યો હતો. અને અમદાવાદમાં તેનો આ બીજો સ્ટોર છે. 
 
60 કરોડનું રોકાણ
 
55,000 ચોરસફૂટમાં ફેલાયેલા અમદાવાદના આ હોલસેલ સ્ટોરમાં કંપનીએ 60 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ સ્ટોરમાં 350 કરતાં વધુ લોકોને રોજગારી મળશે. કંપનીએ ભારતમાં અંદાજે 2300 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ સ્ટોર્સમાં 6000 કરતાં વધુ પ્રોડકટ્સ હશે. કંપનીએ તાજા શાકભાજી મળી રહે તે માટે પ્રાંતિજ નજીક કલેક્શન સેન્ટર ઉભા કર્યા છે. દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં પ્રાંતિજના ખેડૂત ભાવિક પટેલે કહ્યું કે માર્કેટ રેટ કરતાં અમને અહીં 20 ટકા જેટલો વધુ નફો મળશે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો કોને મળશે લાભ...
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: METRO announces its launch in Ahmedabad with a Price Challenge
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.