• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» India Digital Advertising Market Can Double The Growth With Lingo Ride

મેઇલમાં ભાષા અવરોધને દૂર કરતી ડેટાએક્સજેન, ડિજિટલ માર્કેટ થશે બમણું

મેઇલમાં ભાષા અવરોધને દૂર કરતી ડેટાએક્સજેન, ડિજિટલ માર્કેટ થશે બમણું
અમદાવાદઃ હવે પોતાની ભાષામાં બોલીને કે લખીને મેઇલ કરી શકાશે કે પછી ડોમેન બનાવી શકાશે. ડેટાએક્સજેન ટેક્નોલોજીએ ભારતમાં પ્રથમવાર આ પ્રકારની ટેક્નોલોજી વિકસાવી છે અને હાલ 110 લાખ લોકો આનો ઉપયોગ કરી રહ્યા છે.
ડેટા એક્સજેનના સીઇઓ અજય ડાટાએ જણાવ્યું કે આ મેઇલ ગુજરાતી ઉપરાંત 12 લોકલ લેંગ્વેજમાં કરી શકાય છે. અમે એપ્સને વોઇસ આધારીત ડેટા રેડિયોના ફિચર સાથે જોડી છ. કંપનીએ છેલ્લા બે મહિનામાં 16,000 ડોમેન મેળવ્યા છે. જેમાં મોટા ભાગના હિન્દીમાં છે.
મહત્વપૂર્ણ છે કે ભારત એંગ્લોફોન રાષ્ટ્ર તરીકે પ્રતિષ્ઠિત છે. આજે પણ આપણા દેશના ફક્ત 10 ટકા લોકો જ તેમની પહેલી, બીજી કે ત્રીજા ભાષા તરીકે અંગ્રેજી બોલે છે. સરેરાશ ચારમાંથી એક ભારતીય અંગ્રેજી વાંચી કે લખી શકતો નથી. એટલે 11 અલગ-અલગ લિપિમાં ભારતની 22 અધિકૃત ભાષાઓ (અને સેંકડો બિનઅધિકૃત) તેને આંતરિક વૃદ્ધિ માટેનો માર્ગ મોકળો કરવા મુશ્કેલ બજાર બનાવે છે.
 
ડેટા એક્સજેન ટેકનોલોજીસના સ્થાપક અને સીઇઓ ડો. અજય ડાટાએ કહ્યું હતું કે, “ઇન્ટરનેટના વપરાશ માટે સૌથી મોટું પરિબળ સોશિયલ કનેક્ટિવિટી છે. શહેરી ભારતમાં 89 ટકા ઓનલાઇન યુઝર્સ ઓનલાઇન કમ્યુનિકેશન માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, જે ગ્રામીણ ભારતમાં અતિ ઓછો છે. ગ્રામીણ ભારતમાં ઇન્ટરનેટના ઉપયોગમાં વધારા માટે ભાષાની વિવિધતા નોંધપાત્ર અવરોધ છે. અંગ્રેજી ભાષામાં લખાણ અતિ મર્યાદિત લોકો માટે માધ્યમ છે, ત્યારે વોઇસ, ફોટો અને વીડિયો દેશના ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટ ડેટાને લોકપ્રિય બનાવે છે.”
 
 
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: India Digital Advertising Market Can Double the Growth with Lingo Ride
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.