• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Havmor Operates 200 Exclusive Outlets, Is Available Across 30,000 Retail Outlets

અદાણીના પુત્રના લગ્નમાં જે આઇસ્ક્રિમ પીરસાયો તે આ રીતે બને છે, જુઓ ફોટોઝ

અમદાવાદઃબિલ ક્લિન્ટન, સુનિતા વિલિયમ્સ અને ગૌતમ અદાણીમાં સામ્યતા શું છે. ? આ ત્રણેયને હેવમોરનો આઇસ્ક્રીમ પસંદ છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે તેમની ભારતની મુલાકાત દરમ્યાન હેવમોરનો આઇસ્ક્રીમ માણ્યો હતો જ્યારે ગૌતમ અદાણીના પુત્ર કરણ અદાણીના લગ્નના રિસેપ્શનમાં હેવમોર આઇસ્ક્રીમ પીરસવામાં આવ્યો હતો.
 
1944માં પાકિસ્તાનનાં કરાચીમાં એક નાનકડી દુકાનમાંથી 450 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી કંપની બની ગઇ છે હેવમોર. છેલ્લા છ દશક કરતાં વધુ સમયથી હેવમોર આઇસ્ક્રીમ ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવે છે. અમદાવાદના નરોડામાં કંપનીનો આઇસ્ક્રીમ પ્લાન્ટ છે.
 
કંપનીના દેશભરમાં 200 એક્સક્લુઝિવ આઉટલેટ્સ છે. જ્યારે ગુજરાત, મહારાષ્ટ્રા, એમપી, પંજાબ, ગોવા, દિલ્હી અને તેંલગાણા સહિત દેશમાં 30 હજારથી વધુ રિટેલ આઉટલેટ છે. હેવમોર 160 કરતાં વધુ આઇસ્ક્રીમ ફ્લેવરમાં મળે છે. કંપનીના આઇસ્ક્રીમ પ્લાન્ટની ક્ષમતા દૈનિક 2 લાખ લીટરનું ઉત્પાદન કરવાની છે.  
 
ગત વર્ષે મે મહિનામાં હેવમોરે દિલ્હીના બજારોમાં પ્રવેશ કરતાં જાહેરાત કરી કે 2020 સુધીમાં કંપની 1000 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરવાનો વિશ્વાસ ધરાવે છે. કંપની ફરિદાબાદની ફેકટરી ઉભી કરવા 225 થી 250 કરોડનું રોકાણ કરશે.
 
આગળની સ્લાઇડમાં જુઓ હેવમોરના અમદાવાદ પ્લાન્ટની તસવીરો... 
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Havmor Operates 200 Exclusive Outlets, Is Available Across 30,000 Retail Outlets
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.