• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Gujarat Recognizes Aashray Foundation As A Nodal Institute For Promoting Start-Ups

સ્ટાર્ટ-અપ્સ માટે ‘આશ્રય’ બનશે આ નોડલ એજન્સી, સરકારે આપી માન્યતા

સ્ટાર્ટ-અપ્સ માટે ‘આશ્રય’ બનશે આ નોડલ એજન્સી, સરકારે આપી માન્યતા
અમદાવાદઃ ભારત અને ગુજરાત સરકારે સ્ટાર્ટઅપ્સ અંગે પોલિસી બનાવી છે. નવા ઉદ્યોગસાહસિકોને નાણાંકિય, ટેક્નોલોજિકલ અને માર્કેટિંગ સહિત તમામ પ્રકારની સહાયતા કરવા માટે આ પોલિસી હેઠળ સહાયતા કરવામાં આવે છે. આ અનુસંધાનમાં જ ગુજરાત સરકારે સોશ્યલ બિઝનેસ ઇન્ક્યુબેટર આશ્રયને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરી છે.
 
આશ્રયને ભારત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના નેશનલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી એન્ટરપ્રેન્યોરશીપ ડેવલપમેન્ટ બોર્ડ દ્ધારા ટેક્નો બિઝનેસ ઇક્યુબેટર તરીકે પણ માન્યતા મળી છે. આશ્રય ખાસ કરીને ટેક્નો સોશ્યલ બિઝનેસ વેન્ચરની સ્થાપના, વૃદ્ધિ તથા વિસ્તરણ, મેન્ટરિંગ, સીડીંગ અને નાણાંકીય સહાયતામાં મદદરૂપ બનશે.
 
વર્ષ 2014માં ઇન્ક્યુબ વેન્ચર્સ અને સાથ લાઇવલીહુડ સર્વિસિઝ અને અશોકા ઇન્ડિયા સાથે મળીને આશ્રયની સ્થાપના કરવામાં આવી. આજની પરિસ્થિતિમાં આશ્રય 20 ઇન્ક્યુબેટિઝ દ્ધારા ટેક્નોલોજીકલ અને સોશ્યલ એન્ટરપ્રાઇઝિસનું પ્રતિનિધિત્વ કરે છે. જેમાં નાણાંકિય સર્વિસિઝ, કાનૂની અને સંલગ્ન સર્વિસિઝ, એગ્રી બિઝનેસ એન્ટરપ્રાઇઝિસ, કેન્સર માટેની ઇમ્યુનો થેરાપીમાં એડવાન્સ રિસર્ચ, ડેરી ટેકનોલોજી સોલ્યુશન્સ,લો કોસ્ટ હાઉસિંગ અને અન્ય મહત્વના ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
 
આશ્રય અંગે તેના એમડી રાજેન્દ્ર જોષી જણાવે છેકે તેઓનું ધ્યાન સામાજીક અને પર્યાવરણલક્ષી અસરો હાંસલ કરે તેવી બાયો ટેક્નોલોજી, નેનો ટેક્નોલોજી, નોન ડિસ્ટ્રીક્ટિવ,ટેસ્ટીંગ અને ડાયગ્નોસ્ટીક્સ તેમજ ઇન્ફર્મેશન અને કોમ્યુનિકેશન સંલગ્ન ટેક્નોલોજીસ જેવા ક્ષેત્રોમાં કામ કરશે.
 
આશ્રય અંગે વધુ વિગત આપતા તેના ડિરેકટર મણિ ઐયરે જણાવ્યુ કે સોશ્યલ આંત્રપ્રિન્યોરની ફાઇનાન્સની ઉણપને પહોંચી વળવા માટે આશ્રય દ્ધારા એન્ડોવમેન્ટ ફન્ડની સ્થાપના કરવામાં આવી છે જે ભંડોળના અભાવે બંધ થતા ઇનોવેશનને ફન્ડીંગ થઇ શકે તેવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. 
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarat recognizes Aashray Foundation as a Nodal Institute for Promoting Start-ups
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.