• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Gujarat Government Presents A Surplus Budget Of Rs.239 Crores

ગુજરાત બજેટ: ખેડૂતોને સસ્તી લોન, મેડિકલ વિદ્યાર્થીનીને ફ્રી શિક્ષણ, સ્માર્ટસિટી માટે રૂ.597 કરોડ

અમદાવાદઃ ગુજરાત સરકારે મંગળવારે વર્ષ 2017-18 માટેનું રૂ.239.16 કરોડની પૂરાંતવાળું બજેટ રજૂ કર્યું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું આ પ્રથમ બજેટ છે. કુલ રૂ.1,72,179 કરોડના આ અંદાજપત્રને રજૂ કરતા નાણાપ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે કે નોટબંધીથી સરકારને વેટની આવકમાં ફાયદો થયો છે. તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષે થયેલા રૂ.1,25,455.63 કરોડના મહેસૂલી ખર્ચ સામે રૂ.1,31,521.23 કરોડની મહેસૂલી આવક થઇ છે.
 
ખેડૂતોને 1 ટકાના દરે લોન અને મેડિકલ વિદ્યાર્થીનીને વિનામૂલ્યે શિક્ષણ
 
બજેટમાં ખાસ કરીને ખેડૂતો અને વિદ્યાર્થીઓને ફાયદો આપવામાં આવ્યો છે. ખેડૂતોને લોનમાં 50 ટકાના બદલે 70 ટકા સબસિડી, 1 ટકાના દરે લોન અને ટ્રેક્ટર ખરીદવા રૂ.24,000ની સહાય આપવામાં આવશે. મેડિકલ અભ્યાસ માટે વિદ્યાર્થીઓની 100 ટકા ફી સરકાર ભરશે અને 3.5 લાખ વિદ્યાર્થીઓને રૂ.1000ના ટોકન ભાવે ટેબ્લેટ અપાશે.
 
રાજ્યના નાણાપ્રધાન નીતિન પટેલે આજે રજૂ કરેલા બજેટની મહત્ત્વની હાઇલાઇટસ નીચે મુજબ છે.
 
- બજેટનું કદ રૂ.1,72,179 કરોડ
- બજેટની સરપ્લસ રૂ.239.16 કરોડ
- મહેસૂલી આવક રૂ.1,31,521.23 કરોડ
- મહેસૂલી ખર્ચ રૂ.1,25,455.63 કરોડ
- શિક્ષણ પાછળ વધુ ખર્ચ, રૂ.1188 કરોડ
- યુવા સ્વાવલંબન યોજના માટે રૂ.1100 કરોડ ખર્ચ
- મેડિકલ વિદ્યાર્થીઓની 100 ટકા ફી સરકાર ભરશે
- 3.5 લાખ વિદ્યાર્થીઓને 1000 રૂપિયાના ટોકન ભાવે ટેબ્લેટ અપાશે
-  મેડિકલ વિદ્યાર્થીઓની 100 ટકા ફી સરકાર ભરશે
- ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને મફત શિક્ષણ
- 16 નવી સરકારી કોલેજો બંધાશે
- 37 કોલેજોમાં ડિજિટલ લર્નિંગ લેબ બનાવવામાં આવશે.
- રાજ્યમાં આરોગ્ય પાછળ રૂ.8800 કરોડ ખર્ચાશે
- 1.5 લાખ રૂપિયાની આવક ધરાવતા લોકોને હેલ્થ કવર અપાશે, જેમાં 2 લાખ રૂપિયા સુધીની સહાય
- 9  બ્લક બેન્કો બનાવવામાં આવશે
- અમદાવાદ સિવિલ હોસ્પિટલ માટે રૂ.129 કરોડની ફાળવણી
- વરિષ્ઠ નાગરિકોને ભાડમાં 50 ટકા રાહત અપાશે
- 50,000 શ્રમિકોને પોષણ આહાર અપાશે
- ટ્રેક્ટર ખરીદવા માટે રૂ.24,000ની સહાય કરાશે
- 2500 કિમી માર્ગોને રીસરફેસ કરાશે
- 37 નવા પુલ બંધાશે
 - અકસ્માત વીમા કવચ 50,000થી વધારે 5 લાખ કરાયું
- સૌની યોજનામાં રૂ.1698 કરોડની ફાળવણી
- સરદાર સરોવર માટે રૂ.5,100 કરોડ
- 45,000 નવા આવાસો બનાવાશે
- 15 લાખ સુધીની હોમ લોન પર વ્યાજમાં સહાય
- સ્માર્ટ સિટી મિશન માટે રૂ.597 કરોડ
 
આગળ વાંચો, બજેટની અન્ય મહત્ત્વની જાહેરાતો...
 
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarat government presents a surplus budget of Rs.239 crores
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.