• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» EDII Has Created 5,500 Entrepreneurs In Food Processing Sector Across 23 States

ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં અમદાવાદની EDIIનો ડંકો, 5,500 ઉદ્યોગ સાહસિકો ઉભા કર્યા

ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં અમદાવાદની EDIIનો ડંકો, 5,500 ઉદ્યોગ સાહસિકો ઉભા કર્યા
અમદાવાદ: અમદાવાદની આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (ઈડીઆઈઆઈ)એ 23 રાજ્યોમાં ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં 5,500 ઉદ્યોગસાહસિકો ઊભા કર્યા છે. ભારત સરકારના ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય વતી પોતાના આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ (ઇડીપી) મારફતે ઇડીઆઇઆઈએ 11,000 વ્યક્તિઓને તાલીમ આપી હતી. તેમાંથી અડધોઅડધ તાલીમાર્થીઓએ ઉદ્યોગસાહસિકતાનો માર્ગ અપનાવ્યો છે અને છેલ્લાં દાયકામાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં 5500 ઉદ્યોગસાહસિકો ઊભા કર્યા છે. આ ઉદ્યોગસાહસિકો પોતાના ઉત્પાદન એકમો ધરાવે છે અને 19,000થી વધારે વ્યક્તિઓ માટે રોજગારીનું સર્જન કરે છે.
 
છેલ્લાં દાયકામાં સૌથી વધુ 600 ઉદ્યોગસાહસો મહારાષ્ટ્રમાં સ્થાપિત થયા છે, ત્યારે આ દ્રષ્ટિએ બીજા સ્થાને 586 ઉદ્યોગસાહસો સાથે ગુજરાત, 578 ઉદ્યોગસાહસો સાથે ઝારખંડ ત્રીજા, 473 ઉદ્યોગસાહસો સાથે બિહાર ચોથા અને 444 ફૂડ પ્રોસેસિંગ યુનિટ સાથે કર્ણાટક પાંચમા સ્થાને છે. ગુજરાતમાં સ્થાપિત યુનિટોમાં 2200થી વધારે વ્યક્તિઓને રોજગારી મળી છે.
 
ભારતમાં આગામી 10 વર્ષમાં ખાદ્ય ચીજવસ્તુઓનું ઉત્પાદન બે ગણું વધવાનો અંદાજ છે, જે આ ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિની સંભાવનાઓ દર્શાવે છે. આ સાથે મૂલ્ય-વર્ધિત ફુડ પ્રોડક્ટ્સનો વપરાશ પણ ઝડપથી વધશે. ભારતમાં 184 મિલિયન હેક્ટર ખેતીલાયક જમીનમાં દર વર્ષે 140 મિલિયન ટન દૂધ (વિશ્વમાં સૌથી વધુ), 250 મિલિયન ટન ફળો અને શાકભાજી (બીજા ક્રમે), 512 મિલિયન ટન પશુધન (સૌથી વધુ), 257 મિલિયન ટન અનાજ (ત્રીજા ક્રમે), 9.58 મિલિયન ટન માછલી (ત્રીજા ક્રમે), 3.8 મિલિયન ટન પોલ્ટ્રી મીટ (ત્રીજા ક્રમે) અને 65,000 મિલિયન ઇંડા (બીજા ક્રમે)નું ઉત્પાદન થાય છે.
 
ઇડીઆઇઆઈના ડિરેક્ટર ડો. સુનિલ શુક્લાએ કહ્યું હતું કે, “ભારત દુનિયામાં ખાદ્ય ચીજવસ્તુઓનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને સતત પ્રયાસો સાથે પ્રથમ સ્થાન મેળવવાની ક્ષમતા ધરાવે છે. આ ઉદ્યોગની વૃદ્ધિથી અર્થતંત્રને મોટા ફાયદા થશે, કૃષિ ઉત્પાદનમાં વધારો થશે, ઉત્પાદકતા વધશે, વધુ રોજગારીનું સર્જન થશે અને સમગ્ર દેશમાં મોટી સંખ્યામાં લોકોનું જીવનધોરણો સુધરશે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં. ભારત સરકાર ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ પર ભાર મૂકી રહી છે, જેને ધ્યાનમાં રાખીએ તો આ ક્ષેત્રમાં વિકસતી નવી તકોને ઝડપવા નવા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરવા અને તેમને તાલીમ આપવી જરૂરી છે.”
 
ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં નવી ઉદ્યોગસાહસિકતા વિકસાવવા ઇડીઆઇઆઈએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ બાબતને સમજાવતાં સંસ્થાના સેન્ટર ફોર એસએમઇ અને બિઝનેસ ડેવલપમેન્ટ સર્વિસીસ માટે ફેકલ્ટી અને હેડ પ્રોફેસર એસ બી સરીનેકહ્યું હતું કે, “વર્ષ 2003-04થી ઇડીઆઈ દેશના વિવિધ ભાગોમાં આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ (ઇડીપી) હાથ ધરવામાં સક્રિય રીતે સંકળાયેલ છે અને અત્યાર સુધી 23 રાજ્યોમાં આશરે 450 ઇડીપી હાથ ધર્યા છે. આ ઇડીપીનું પરિણામ અતિ પ્રોત્સાહનજનક મળ્યું છે, કારણ કે ઇડીપીમાં તાલીમ મેળવેલા મોટી સંખ્યામાં ઉદ્યોગસાહસિકોએ પોતાનો વ્યવસાય તેમજ ઉત્પાદન એકમો શરૂ કર્યા છે.”
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: EDII has created 5,500 entrepreneurs in food processing sector across 23 states
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.