• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» EDII Enterprise Building Learning Initiative Creates 300 Plus Successful Entrepreneurs

EDIIનું માઇલસ્ટોન, 300થી વધારે વિદ્યાર્થીઓ સફળ ઉદ્યોગસાહસિકો બન્યાં

અમદાવાદઃ ઉદ્યોગસાહસિકતા શિક્ષણ, સંશોધન, તાલીમ અને સંસ્થા નિર્માણ માટે પ્રસિદ્ધ રાષ્ટ્રીય સંસાધન સંસ્થા આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઇઆઈ)એ તેના 300થી વધારે વિદ્યાર્થીઓને સફળ ઉદ્યોગસાહસિકો બનાવ્યાં છે. 
 
વર્ષ 2008-10ની બેચથી અત્યાર સુધી ઇડીઆઇઆઇના પીજીડીએમ-બીઇ પ્રોગ્રામમાં પાસ થયેલા 427 વિદ્યાર્થીઓમાંથી આશરે 337એ પોતાનું સાહસ શરૂ કર્યું છે કે પછી પોતાના ફેમિલી બિઝનેસમાં જોડાઈ ગયા છે.
 
સંસ્થાની માઇલસ્ટોન-આધારિત શૈક્ષણિક પહેલ વિશે સમજાવતાં ઇડીઆઇઆઈના ડિરેક્ટર ડો. સુનિલ શુક્લાએ કહ્યું હતું કે, “માઇલસ્ટોન-આધારિત શિક્ષણની રચના એ પ્રકારે કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓ ઈડીઆઈઆઈમાં અભ્યાસ કરતા હોય તે વખતે જ તેમને નવો બિઝનેસ શરૂ કરવા માટે જરૂરી હોય તેવા દરેક બારીક પાસાં અંગે વ્યવહારિક સમજ મળે. 
 
પીજીડીએમ-બીઇ પ્રોગ્રામના હેડ અને ઇડીઆઇઆઇના એસોસિએટ સીનિયર ફેકલ્ટી ડો. સત્ય આચાર્યએ ઉમેર્યું હતું કે, “આ અભ્યાસક્રમ સુનિશ્ચિત કરે છે કે વિદ્યાર્થીઓ તેમના ઉદ્યોગસાહસિકતા સંબંધિત જાણકારી, નેટવર્કિંગ કુશળતા અને પોતાનો ઉદ્યોગ કે પોતાના ફેમિલી બિઝનેસમાં જોડાવાની ક્ષમતાઓ નવી ઊંચાઈ લઈ જાય છે. 
 
ઘણાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ઇડીઆઇઆઇમાં તેમની તાલીમનો ઉપયોગ તેમના વર્તમાન વ્યવસાયને સફળતાપૂર્વક વધારવા માટે કર્યો છે, ત્યારે કેટલાંકે પોતાનું નવું સાહસ શરૂ કર્યું છે. આવાજ એક ચિંતન શર્મા 2011-13માં પીજીડીએમ-બીઇ સાથે ઇન્સ્ટિટ્યૂટમાંથી ગ્રેજ્યુએટ થયા છે. તેઓ વર્ષ 2013માં પોતાના ફેમિલી બિઝનેસમાં જોડાયા હતા. અત્યારે તેઓ ગુજરાતમાં ટોયોટા ડિલરશિપમાં અગ્રણી નર્મદા ટોયોટાના સીઇઓ અને ડિરેક્ટર છે, 

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.