• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Balaram Resort, Once The Hunting Retreat Of The Lohani Nawab Of Palanpur

આ પેલેસમાં એક રાત રહેવાનો થશે આટલો ખર્ચ, અમદાવાદથી છે નજીક

અમદાવાદઃ પાલનપુરની લીલાછમ વૃક્ષો અને ડુંગરીયાળ વિસ્તાર વચ્ચે લોહાણી નવાબી કુટુંબે બનાવેલો છે બાલારામ પેલેસ. અંબાજીથી 50 કિલોમીટર દૂર અને માત્ર 1 કલાકના અંતરે આવેલો આ પેલેસ આજે એક  હેરિટેજ હોટેલમાં ફેરવાઇ ગયો છે.પણ, અહી આવતી સહેલાણીઓને મહેલની સાથે સાથે પહેલાના જમાનાની રહેણી કરણી તેમજ નવાબી ઠાઠના પ્રત્યક્ષ દર્શન આ મહેલમાં થાય છે.આ ઉપરાંત પાલનપુરના આજુ બાજુના સ્થળની રચના અને સ્થાપત્યનો અનોખો તાલમેલ અહી હોટેલ બાલારામ પેલેસ રીસોર્ટમાં સમાવવામાં આવ્યો છે.
અમદાવાદથી કેટલો દૂર છે બાલારામ રિસોર્ટ
 
બાલારામ રિસોર્ટ જવા માટે અમદાવાદથી મહેસાણા તરફ જવાના રસ્તે થઇને પાલનપુર સુધી જવુ પડે. પાલનપુરથી આબુ રોડ જતાં દસેક કિલોમીટરે ટોલનાકા બાદ ચિત્રાસણી ગામ આવે છે, ત્યાંથી જમણે બાલારામ તરફ જવાય.  અમદાવાદથી લગભગ 160 કિમી દૂર છે બાલારામ પેલેસ રિસોર્ટ.
 
વિતેલા નવાબીયુગની નવાબી રોશની અને વર્તમાન સમયની સુવિધા બન્નેનું કોકટેઈલ આપને અહીં હોટેલ બાલારામ પેલેસ રીસોર્ટ ખાતે એક સાથે મળી રહેશે. અને હાં, સાથે જ હેરિટેજ હોટલનો અલાયદો ઠાઠ બોનસમાં. અરવલ્લીની પર્વતમાળામાં બાંધવામાં આવેલી આ હોટેલ બાલરામ પેલેસ રીસોર્ટ એ તે સમયના નવાબ સર તાલેઅ મોહંમદ ખાન તાલે લોહાણી નવાબી કુટુંબનું રહેઠાણ હતું. પાલનપુર નજીક લીલા ડુંગરાઓ પર 13 એકરમાં ફેલાયેલો બાલારામ પેલેસ હાલ એક ખાનગી રિસોર્ટ છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો બાલારામ પેલેસમાં એક રાતનું ભાડું કેટલું છે....
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Balaram Resort, once the hunting retreat of the Lohani Nawab of Palanpur
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.