• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Check Out How Much Does It Cost In Kullu-Manali, Himachal Pradesh

કુલુ-મનાલી જાઓ તો ખિસ્સામાં રાખજો આટલા રૂપિયા, 500માં પણ રોકાઇ શકો

અમદાવાદઃ મનપસંદ હિલ સ્ટેશન પર ફરવા જવું હોય તો કેટલો ખર્ચ થાય તે એક સામાન્ય ગુજરાતી હંમેશા વિચારતો હોય છે. ઉનાળુ વેકેશન શરૂ થઇ ગયું છે ત્યારે મોટાભાગના લોકોએ પોતાનું ફરવા જવાનું પ્લાનિંગ કરી લીધું હશે. ઉનાળાના વેકેશનમાં આબુ, ગોવા, મહાબળેશ્વર, માથેરાન, કેરળ, સિમલા કુલુ મનાલી ગુજરાતીઓના ફેવરીટ સ્થળ છે. આજે અમે આપને જણાવીશું કે જો તમારે હિમાચલ પ્રદેશમાં કુલુ-મનાલી ફરવા જવું હોય તો કેટલો ખર્ચ થાય.
 
અમદાવાદથી કુલુ-મનાલી જવા માટે તમે બાય એર, ટ્રેન અને રોડ દ્ધારા જઇ શકો છો. પરંતુ ટ્રેનમાં જવુ સસ્તું પડશે. અમદાવાદથી ટ્રેન દ્ધારા દિલ્હી કે ચંદીગઢ જઇ શકાય. અને ત્યાંથી વોલ્વો બસ કે ટેક્સી દ્ધારા મનાલી જવું સહેલું પડશે.
 
મનાલીમાં અનેક સસ્તી હોટલ્સ, ગેસ્ટ હાઉસ, વિલા છે. જેમાં ઓછામાં ઓછા 500 રૂપિયામાં પણ રૂમ મળી જાય છે. જો કે પીક સીઝનમાં 800 કે 1000 રૂપિયા સુધી ખર્ચવા પડે છે. તો જેને વધારે રૂપિયા ખર્ચવા છે તેના માટે ફાઇવ સ્ટાર હોટલ્સ કે રિસોર્ટમાં દિવસના 15 હજાર રૂપિયામાં રૂમ મળી જશે. 
 
કુલુ-મનાલીમાં અનેક એડવેન્ચર સ્પોર્ટ્સ છે. અહીં તમે રિવર રાફ્ટિંગ, સ્કીંગ, પેરાગ્લાઇડિંગ, હોર્સ રાઇડિંગ, કેબલ કાર (રોપ વે), માઉન્ટેનરિંગ, ઝોર્બિંગનો આનંદ માણી શકો છો.
 
(ડિસ્ક્લેમરઃ અહીં દર્શાવેલી વિગતો વિવિધ વેબસાઇટ્સ પરથી લેવામાં આવી છે. ઓફ અને ઓન સીઝનના ભાવમાં ફેરફાર હોઇ શકે છે. ભાવમાં ફેરફાર વ્યક્તિની બાર્ગેનિંગ ક્ષમતા પર આધાર રાખે છે. ભાવમાં ફેરફાર અંગે દિવ્યભાસ્કર ડોટ.કોમની કોઇ જવાબદારી રહેશે નહીં)
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Check out how much does it cost in Kullu-Manali, Himachal Pradesh
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.