• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Special Baahubali Thaali Will Be Serve In Ahmedabad

અમદાવાદના આ રેસ્ટોરન્ટમાં મળી રહી છે 'બાહુબલી થાળી', જાણો શું છે ખાસ

અમદાવાદઃ ફિલ્મ ‘બાહુબલી’ ની ભવ્યતાથી પ્રેરિત થઇને અમદાવાદમાં એક થાળીનું નામ બાહુબલી ના નામે રાખવામાં આવ્યું છે. બાહુબલી ટીમ ફિલ્મના પ્રચારમાં વ્યસ્ત છે, આ સમયગાળા દરમ્યાન આ ખાસ ચીજ સાથે ટીમ બાહુબલીનો આમનો-સામનો થયો છે.
અમદાવાદની હોટલ રજવાડુમાં એક થાળીનું નામ ‘બાહુબલી’ રાખવામાં આવ્યું છે. હોટલ રજવાડુના માલિક રાજેશ પટેલ અને મનીષ પટેલ ‘બાહુબલી’ ના મોટા પ્રશંસક છે. તેમણે ફિલ્મનો પહેલો ભાવ ઘણીવાર જોયો છે. તેથી તેઓ બાહુબલી જેવી ઉમદા ફિલ્મોને પૂર્ણ સન્માન આપવા માંગતા હતા. એટલે બન્ને ભાઇઓએ ફિલ્મના નામે સમર્પિત થાળીનું નામ ‘બાહુબલી થાળી’ રાખ્યું.
 
અમદાવાદની વેજલપુર-જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી હોટલ રજવાડુ ગામડાની થીમ પર આધારીત છે. જે ચારે તરફ હરિયાળીથી ઘેરાયેલી છે. આ હોટલ પ્રામાણિક ગુજરાતી અને રાજસ્થાની ભોજન માટે પ્રસિદ્ધ છે.
 
દિવ્યભાસ્કર ડોટ.કોમ સાથેની વાતચીતમાં રજવાડુના માલિક મનિષ પટેલે જણાવ્યું કે બાહુબલી થાળી ફિલ્મ ચાલશે ત્યાં સુધી ચાલુ રહેશે. જેમાં ગ્રાહકોને 42 થી 46 પ્રકારની વાનગી પિરસવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે ફિલ્મની ટીમ થોડાક સમય પહેલા અહીં આવી હતી.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ બાહુબલી થાળીના ફોટોઝ...
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: special baahubali thaali will be serve in ahmedabad
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.