• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Some Interesting Facts Of Gautam Adani Except Business

ખાણ વિવાદ, અમદાવાદમાં શાનદાર બંગલો સહિત અદાણીની અજાણી વાતો

અમદાવાદઃઓસ્ટ્રેલિયામાં વિરોધનો સામનો કરી રહેલા અદાણી ગ્રુપના કોલ માઇન પ્રોજેક્ટને ક્વીન્સલેન્ડ પ્રાંતની સરકારનો સહયોગ મળી ચૂક્યો છે. ત્યારે હવે ઓસ્ટ્રેલિયન સરકારે પણ અદાણી ગ્રુપને કોલ પ્રોજેક્ટ માટે 1 બિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર (અંદાજે 6000 કરોડ રૂપિયા)ની લોન આપવાની તૈયારી દર્શાવી છે. ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બર્નાબે જોયસે કહ્યું કે આ લોન અને પ્રોજેક્ટથી ઓસ્ટ્રેલિયામાં નોકરીઓનું સર્જન થશે.
 
ક્વીન્સલેન્ડ પ્રાંતની સરકારના સહયોગ મળવા પર અદાણી ગ્રુપના પ્રમુખ ગૌતમ અદાણીએ આશા વ્યકત કરી કે 2200 કરોડ ડોલરના આ પ્રોજેક્ટ પર ઓગસ્ટ મહિનાથી કામ શરૂ થઇ જશે. ગૌતમ અદાણીએ કહ્યું કે મે-જૂન સુધી અંતિમ ફેડરલ એપ્રુવલ મળી જશે. ત્યાર બાદ પ્રોજેક્ટ શરૂ કરવામાં ફકત 3 મહિના લાગશે. અદાણીએ જણાવ્યું કે કંપનીએ આ પ્રોજેક્ટથી 4 કરોડ ટન કોલ પ્રોડક્શનનું લક્ષ્ય રાખ્યું હતું જે હવે ઘટાડીને 2.5 કરોડ ટન વાર્ષિક કરી દેવામાં આવ્યું છે.
 
વિદેશમાં કરોડો રૂપિયાનો  પ્રોજેક્ટ શરૂ કરનારા ગૌતમ અદાણી વિશે આપને એટલી તો ખબર જ હશે કે તેઓ ગુજરાતી છે અને અમદાવાદમાં શાનદાર બંગલાના માલિક છે. પરંતુ આ સિવાય પણ તેમના વિશે ઘણી વાતો જાણવા જેવી છે.
 
આગળની સ્લાઇડ્સમાં જાણૌ ગૌતમ અદાણી વિશેની અજાણી વાતો... 
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Some Interesting Facts Of Gautam Adani Except Business
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.