• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Asian Granito India Ltd Sets Revenue Target Of Rs. 2,000 Crore In Its Vision 2020

એશિયન ગ્રેનિટોનો 2,000 કરોડની આવકનો લક્ષ્યાંક, હિંમતનગરમાં ક્વાર્ટ્ઝનો પ્લાન્ટ નાંખ્યો

એશિયન ગ્રેનિટોનો 2,000 કરોડની આવકનો લક્ષ્યાંક, હિંમતનગરમાં ક્વાર્ટ્ઝનો પ્લાન્ટ નાંખ્યો
અમદાવાદ:  ગુજરાતની સૌથી મોટી ટાઇલ્સ ઉત્પાદ કંપની તેમજ ભારતની ચોથા ક્રમની કંપની એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડે આગામી 3થી 4 વર્ષમાં આવક બમણી કરવાની યોજના બનાવી છે. કંપનીએ રૂ. 2,000 કરોડની આવકનો અને 2020 માટે તેના વિઝનમાં ભારતમાં ટોચની 3 ટાઇલ્સ કંપનીઓમાં સ્થાન મેળવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. કંપની આગળ જતાં ગ્લેઝ વિટ્રિફાઇડ ટાઇલ્સ, ડિજિટલ સિરામિક ટાઇલ્સ અને માર્બલ એન્ડ ક્વાર્ટ્ઝ સહિત ઊંચા મૂલ્યના ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઉપરાંત આ લક્ષ્યાંક હાંસલ કરવા એસેટ લાઇટ બિઝનેસ મોડલ અપનાવવાનો નિર્ણય લીધો છે.
 
માર્બલ અને ક્વાર્ટ્ઝ સ્ટોન સેગમેન્ટ કંપની માટે આગળ જતાં સૌથી મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાંનું એક છે. તાજેતરમાં કંપનીએ તેનાં હિમ્મતનગર પ્લાન્ટમાં ક્વાર્ટ્ઝ સ્ટોન માટે ત્રીજી લાઇનનું વિસ્તરણ કર્યું હતું અને આ મહિને વાણિજ્યિક ઉત્પાદન શરૂ કર્યું હતું. આ વિસ્તરણ પછી કંપનીની ક્વાર્ટ્ઝ સ્ટોન ક્ષમતા દરરોજ બમણી થઈને 1,600 ચોરસ મીટર થઈ છે, જે માટે રૂ. 20 કરોડનું રોકાણ કર્યું છે. કંપનીએ નવી સુવિધામાં 10.5 ફુટ X  5.25 ફુટ લાર્જ ફોર્મેટમાં ક્વાર્ટ્ઝ લોંચ કર્યું છે તથા સ્થાનિક અને નિકાસ બજારમાંથી રૂ. 25 કરોડનાં ઓર્ડર્સ મળ્યાં છે.
 
 
એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે, “ક્વાર્ટ્ઝમાં વિસ્તરણ કંપનીની હાઇ-એન્ડ અને ઊંચા મૂલ્યના સંવર્ધિત ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરવાની સ્ટ્રેટેજીને અનુરૂપ છે. કંપનીએ નવી સુવિધામાંથી 20એમએમ અને 30એમએમ જાડાઈના ક્વાર્ટ્ઝ સ્લેબ લોંચ કર્યાં છે તથા સ્થાનિક અને નિકાસ બજાર એમ બંનેમાં સારો પ્રતિસાદ મળ્યો છે.
 
કંપનીએ ટૂંકા ગાળામાં ભારતની સૌથી મોટી સિરામિક ટાઇલ્સ કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે. આગળ જતાં અમે ટોચની 3 કંપનીઓમાં સ્થાન મેળવવાનું વિઝન ધરાવીએ છીએ અને વર્ષ 2020 સુધીમાં રૂ. 2,000 કરોડની આવક કરવાનો લક્ષ્યાંક ધરાવીએ છીએ. અમને ક્વાર્ટ્ઝ સ્ટોન અને માર્બલ સ્ટોનમાં વર્ષ 2020 સુધીમાં રૂ. 350 કરોડનું ટર્નઓવર થવાની અપેક્ષા છે.”
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Asian Granito India Ltd sets revenue target of Rs. 2,000 crore in its vision 2020
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.